________________
૧૦૪
યુગવીર આચાય
તમારા અભ્યાસ માટેની બધી વ્યવસ્થા થઈ રહેશે. તમને કશી તકલીફ નહિ રહે. તમે જેટલો વખત કહેશે તેટલે વખત હું તમને અભ્યાસ કરાવીશ.” મુનિ મહારાજ શ્રી શાંતિવિજયજી મહારાજશ્રીએ સહાનુભૂતિ દર્શાવી.
આપ સોની મારા પર અસીમ કૃપા છે. આપ બધા મને સવા રાખશે પણ મારું મન લાગતું નથી. ગુરુચરણ તો મારા નસીબમાંથી ગયાં. હવે તે આચાર્યશ્રીના ચરણેમાં જઈને જ જંપીશ.”
આપણું ચરિત્રનાયકને ગુરુવિરહ અસહ્ય હતું. તેમના મનને ચેન નહોતું. આચાર્યશ્રી વિના તેમને ખરું સાંત્વન મળે તેમ નહોતું. બધા મુનિરાજે અને શ્રાસંઘની રજા લઈ આપશ્રી આપનાવ ગુરુભાઈ શ્રી શુભવિજયજી મહારાજશ્રી તથા શ્રી મેલીવિજયજી મહારાજશ્રીની સાથે દિલ્હીથી પંજાબ તરફ વિહાર કરી ગયા.
જીવનની અંધારી વાટ પર નવનવા દીપકનો પ્રકાશ ઢળાઈ રહ્યો હતે. સાધકને સાહસની શી કમીના ! જીવનનું સુકાન નવા નાવિકના હાથમાં સોંપાતું હતું.