________________
યુગવીર આચાર્ય તે હવે ઠીક લાગે છે. કાલે રાતે જરા ગભરામણ થઈ હતી, પણ અત્યારે તે સારું છે. આપ મારી બહુ ચિતા કરે છે ? ” શ્રી હર્ષવિજયજી મહારાજશ્રીએ જવાબ આપે.
ભાઈજી ! મારે પંજાબ ગયા સિવાય ચાલે તેમ નથી, જે આ વખતે નહિ પહેચાય તે ઘણું કામે અધૂરાં રહેશે. અહીં તમારી તબિયતની ચિંતા પણ રહે છે. ” આચાર્યશ્રીએ ચિંતા વ્યક્ત કરી.
પ્રભે આપ સુખેથી પંજાબ પધારે. અહીં શ્રી શુભવિજ્યજી, શ્રી મતીવિજ્યજી તથા વલ્લભ છે ને ! તેઓ તે મારી ખૂબ ખૂબ સેવા કરે છે. અજમેરમાં તે ત્રણે મુનિરાજેએ મારા માટે ઉજાગરા પણ કરેલા.”
તેમાં શું નવાઈ કરે છે ? તમારા જેવા ગુણીની સેવા કરવી એ તે સાને ધર્મ છે.”
જુઓ વલ્લભ ! તમે બધા અહીં જ રહી જાઓ. દિલ્હીમાં સારા હકીમે મળી રહેશે. વળી દિલ્હીને શ્રી સંઘ બહુ જ ગુરુભકત છે. જે ભાઈજીની તબિયત સારી થઈ જાય તે પંજાબ તરફ વિહાર કરશો. પણ કદાચ વખત વિશેષ લાગે તે અહીં ચોમાસાની પણ બધી અનુકૂળતા થઈ રહેશે.”
ગુરુદેવ ! અમે ખુશીથી ગુરુદેવની સેવા માટે રહીશું. અમારી ચિંતા ન કરશે.” શ્રી વલ્લભવિજયજીએ સેવા માટે તૈયારી બતાવી.