________________
યુગવીર આચાર્ય “વાહ ! તે તે તું હવે વ્યાખ્યાતા થયે. બધા કહે છે કે તારી જીભમાં માધુર્ય છે. લોકોને તારું વ્યા
ખાન બહુ જ પસંદ પડ્યું- હું ભાઈજીને કહીશ કે હવે તને જ વ્યાખ્યાન માટે કહે. તારે તે મેટા વ્યાખ્યાતા પણ થવું જ પડશે ને ?” આચાર્યશ્રીએ ઉત્સાહ વધાર્યો.
આપણા ચરિત્રનાયકનું આ પ્રથમ વ્યાખ્યાન. અને એ પ્રથમ વ્યાખ્યાનથી જ તેમની વકતૃત્વ શક્તિના દર્શન થયાં અને ગુરુદેવની આશીષ ફળી. મારવાડના એક નાના ગામમાં શરૂ કરેલી વ્યાખ્યાનમાળા જગતના ચોકમાં પહેચશે, પંજાબથી માંડી દક્ષિણ સુધી એ વ્યાખ્યાનનાં ગુંજનો ગાજશે એવી તે કઈને કલ્પના પણ નહોતી.
પાલીમાં આચાર્યશ્રીએ સં. ૧૯૪૬ ના વૈશાખ સુદી ૧૦ ના શ્રી નવલખા પાર્શ્વનાથજીના મંદિરમાં આપણું ચરિત્રનાયક તથા બીજા છ સાધુઓને વડી દીક્ષા આપી. આચાર્યશ્રી વિહાર કરી જોધપુર પધાર્યા. આપણા ચરિત્રનાયક ગુરુવર્ય શ્રી હર્ષવિજયજી મહારાજની તબિયત નરમ રહેતી હોવાથી તેઓ પાલીમાં રહ્યા. એ રીતે ૧૯૪૬ નું ત્રીજું ચોમાસું પાલી (મારવાડ) માં થયું.
પાલીમાં ઘણીવાર તેમને વ્યાખ્યાન વાંચવું પડતું. પર્યુષણમાં તે આઠે દિવસ તેમણે જ વ્યાખ્યાન વાંચી લોકનાં મનરંજન કર્યા હતાં. અહીં ચોમાસામાં ગુરુમહારાજની પાસે આત્મપ્રબોધ અને કલ્પસૂત્રની સુબાધિકા ટીકાનું અધ્યયન કર્યું. ગુરુદેવ બહુજ શાંત અને અધ્યયન કરાવવામાં કુશળ હતા. આચાર્યશ્રીના કેઈપણ શિષ્ય એવા