________________
૯૪
યુગવીર આચાય નીકળી પડયું. મોટા મંડપમાં શ્રી સંઘની મોટી મેદની વચ્ચે પાંચે ભાઈઓની દીક્ષાની ક્રિયા થવાની તૈયારી ચાલતી હતી ત્યાં બીજા બે સજજન દીક્ષાની અભિલાષાથી આવી પહોંચ્યા. એક હતા લીંબડીનિવાસી શ્રી જયચંદભાઈ અને બીજા હતા શ્રી અનંતરામ. શ્રી અનંતરામ સ્થાનકમાગી સાધુતાને ત્યાગ કરીને આવ્યા હતા. જનતાને ભારે આશ્ચર્ય અને આનંદ થયે. સાત સજજનોની દીક્ષા બહુ આનંદથી થઈ.
ઝીંઝુવાડાનિવાસી શ્રી દીપચંદભાઈનું નામ શ્રી ચંદ્રવિજ્યજી, દશાડાના શ્રી વર્ધમાનભાઈનું નામ શ્રી શુભવિજયજી, ઘોઘાના શ્રી મગનલાલભાઈનું નામ શ્રી મતીવિજયજી રાખવામાં આવ્યું અને એ ત્રણે મુનિઓને મુનિમહારાજશ્રી હર્ષવિજયજીના નામની દીક્ષા આપવામાં આવી. પાટણનિવાસી શ્રી વાડીલાલભાઈનું નામ શ્રી લબ્ધિવિજયજી રાખવામાં આવ્યું અને તેમને શ્રી હીરવિજયજી મહારાજના નામની દીક્ષા આપી. અમદાવાદના શ્રી મગનભાઈનું નામ શ્રી માનવિજયજી રાખવામાં આવ્યું અને તેમને શ્રી પ્રેમવિજયજી મહારાજના નામથી દીક્ષા આપી. લીંબડીના શ્રી જયચંદભાઈનું નામ મુનિ શ્રી જશવિજયજી રાખવામાં આવ્યું અને તેમને આચાર્યશ્રી વિજ્યકમળસૂરિજીના શિષ્ય બનાવ્યા. શ્રી અનંતરામનું નામ મુનિશ્રી રામવિજયજી રાખવામાં આવ્યું અને તેમને સુમતિવિજયજી ઉર્ફે સ્વામીજી મહારાજના નામથી દીક્ષા આપી.
સાતે મુનિરાજેને આજે આનંદને દિવસ હતો.