________________
૯૨
યુગવીર આચાય
દસ ગણેનું અધ્યયન કરી લીધું; અભ્યાસ માટેની કેવી ધગશ ? - મહેસાણાથી વિહાર કરી શ્રી સૂરિજીની સાથે વડનગર, વિસનગર થઈને તારંગા જતાં ખેરાલુમાં ઘોઘાનિવાસી શ્રી મગનલાલભાઈ દીક્ષા લેવાની ભાવનાથી સૂરિ. જીને મળ્યા. તેમને પણ વલ્લભવિજયજી પાસે અભ્યાસ કરવા આજ્ઞા મળી. તારંગાથી યાત્રા કરી વિહાર કરતા કરતા સૌ પાલણપુર આવી પહોંચ્યા.
ગુરુદેવ! મુનિ મહારાજશ્રી વલ્લભવિજયજી પાસે અભ્યાસ કરનારા ભાઈએ કેણ છે?” એક દિવસ વ્યાખ્યાન પૂરું થયા પછી સંઘના આગેવાનોએ આચાર્ય શ્રીને પૂછ્યું.
એ પાંચે ભાઈએ દીક્ષાના ઉમેદવાર છે. હમણાં તે અભ્યાસ કરે છે. ” આચાર્યશ્રીએ ખુલાસો કર્યો.
બાપજી ! પાલણ પુર સંઘના એવાં અહોભાગ્ય કયાંથી કે પાંચ મહાનુભાવોની દીક્ષા મહોત્સવ ઉજવી આનંદ મનાવે ? આપની કૃપાદ્રષ્ટિ હોય તે અમને તે ઉત્તમ લાભ માટે આજ્ઞા ફરમાવે. ” સંઘે વિનંતિ કરી.
સંઘની ઈચ્છા હોય તો એ પાંચે ભવી છે તે તૈયાર છે, ઘણા વખતની તેમની અભિલાષા છે. મારી તે સંમતિ છે. પણ હું તે ભાઈઓને જરા બરાબર પૂછી ને પછી તમને ચક્કસ જણાવું.” આચાર્યશ્રીએ નિર્ણય કરવા ઈચ્છા દર્શાવી.