________________
ગુરુવિરહ
કૃપાનાથ ! લાવું ! આપ ફરમાવે તે હમણાં જ બોલાવી લાવું.” એક ગૃહસ્થ ઉત્સુકતા બતાવી.
ભલે ! બોલાવી લાવે. અત્યારે જ નિર્ણય કરી લઈએ.” આચાર્યશ્રીએ આજ્ઞા આપી.
“ ગુરુદેવ ! મથ્થણ વંદામિ. આપ દયાળની શી આજ્ઞા છે ?” પાંચે ભાઈઓએ આચાર્ય પાસે આવી વિનયથી પૂછ્યું.
ભાગ્યશાળીઓ ! પાલણપુર શ્રીસંઘના આગેવાનોની ભાવના છે કે તમારી દીક્ષા અહીં જ થાય. દીક્ષાને ઉત્સવ. કરવાની શ્રી સંઘની તીવ્ર ઈચ્છા છે. વળી તમે પણ ઘણું સમયથી તેજ ભાવના સેવે છે. તમારી બધી રીતે અનુકુળતા હોય તે જ હા પાડજે.” આચાર્યશ્રીએ પરીક્ષા. કરવા પ્રશ્ન કર્યો.
કૃપાસિંધુ ! અમે તે અત્યંત ઉત્સુક છીએ. અમે તે તે મંગળ ઘડીની રાહ જોઈ રહ્યા છીએ. આપશ્રી હવે વિલંબ ન કરે. અમને જુદા ન રાખો.” ગળગળા થઈ પાંચે એ વિનંતિ કરી.
જહાસુખમ! તમારી ભાવનાઓ સિદ્ધ થાઓ. તમે ખુશીથી તૈયારી કરો. પાંચે ભાઈઓની દીક્ષા અહીં જ થશે.”
સંઘમાં આનંદ આનંદ ફેલાઈ રહ્યો. દીક્ષા મહેત્સવની તૈયારી થવા લાગી. દીક્ષાને વરઘોડો ઠાઠમાઠથી નીકળે. આખું પાલણપુર પાંચ ભવ્ય અને જેવાને