________________
અમૃત ચોઘડિયું વચન, કાયાથી કોઈ જાતની તકલીફ આપી હોય-આપનું મન દુભાવ્યું હોય તે આપ દયાળુ મને ક્ષમા કરશે. હું અજ્ઞાની છું. મારી વાત મનમાં ન લાવશે. ” વાત કરતાં કરતાં ખીમચંદભાઈનું મન ભરાઈ આવ્યું. તેમણે ગુરુમહારાજના ચરણ પકડી લીધા.
“ખીમચંદભાઈ! ઊઠે, ઊઠો, આ શું? તમે બાળક છે? તમે તે બહાદુરીનું કામ કર્યું છે. તમે નિકટના ભવ્ય જીવ છે. મેં ઘણાને દીક્ષા આપી છે, પણ આ પહેલે પ્રસંગ છે કે આ રીતે આનંદપૂર્વક રજા મળે. તમારે ભાઈ બડભાગી છે. તેનાથી જૈન ધર્મની પ્રભાવના થશે.” ગુરુમહારાજે ખીમચંદભાઈને પિતાના ચરણમાંથી ઉઠાડી મધુર શબ્દમાં ધન્યવાદ આપ્યો.
દયાસાગર ! હું એજ ઈચ્છું છું કે આપની વાણું ફળે. હું મારા પ્રિયબંધુ–મારી જમણી ભુજાને આપના ચરણે સેંપું છું. તેને આપ સદા આપની પાસે જ રાખશે. તેને કદી જુદે ન કરશે. તે બાળક છે. તેનાથી કોઈ અપરાધ થઈ જાય તે આપ તેને ક્ષમા કરેશે.” બોલતાં બોલતાં ખીમચંદભાઇની આંખે આ સુએથી છલકાઈ ગઈ.
“ભેળા રે ભેળા ! શું કહે છે ! છગન તે મારે લાડકો શિષ્ય થશે. તે મારો સીધે વારસ થવા સર્જાયેલ છે. તેને હું કદી દૂર નહિ કરુ ” આચાર્યશ્રીએ ભવિષ્ય વાણી કહી.
“કૃપાનિધાન ! રજા તે આપી મનના આનંદથી આપી. પણ ભાઈ જેવા ભાઈને છેડતા આજે પણ જીવ