________________
અમૃત ચોઘડિયું
પસાર થયા છે તેથી તારી દ્રઢતા હું જાણું છું, પણ છતાં કાઈ એવું કામ ન કરી બેસતા જેથી ગુરુ અને પિતાને કલક લાગે. હમેશાં ગુરુ મહારાજની આજ્ઞામાં રહેજે અને ધર્મસેવા કરી શાસનના ઉદ્યોત કરજે. ”
૮૧
ઃઃ
વડીલબ ! આપના આશીર્વાદથી મારેા ઉત્સાહ કૈાઈ દિવસ મંદ પડશે જ નહિ. મેં તમને વારવાર ઘણું કષ્ટ પહોંચાડયુ છે, તે તે માફ કરશે. ” છગનભાઈ એ મોટાભાઈની પગરજ શિર પર ચઢાવતાં કહ્યું.
ખીમચદભાઇએ એકવાર ફરી છગનભાઈને છાતીએ લગાવ્યેા અને છગનને છગનના નામથી હુમેશને માટે વિદાય આપી.
આચાર્ય શ્રી તથા મુનિમ`ડળને વંદના કરી, આગેવાન સજ્જનને આભાર માન્યા અને જતાં જતાં પારેખ મેાહનભાઈ ટીકરશીને કહેતા ગયાઃ “ શેઠ ! હું તે સાધારણ માણસ છું. પણ મારી નજીવી ભેટ આપ સ્વીકારે. હુ ઘણુ કરીને તે। દીક્ષાપ્રસ`ગે પહેાંચીશ પણ કાવશ ન આવી શકયા તે તે રકમ આપ ચેાગ્ય લાગે ત્યાં વાપરશે.
22
ખીમચંદભાઈ વડોદરા ચાલ્યા ગયા. દીક્ષાના સમયે ન પહોંચી શકળ્યા. દીક્ષાની તૈયારી ચાલી. રાધનપુર આખામાં આનંદ આનંદ ફેલાઈ રહ્યા. છગનભાઈ ને ભેાજનના નિમંત્રણ ઉપર નિમંત્રણ આવવા લાગ્યાં. બધા તેમનું રૂડુ આતિથ્ય કરવા લાગ્યા. મહિનેાદિવસ તે। દીક્ષાના વરઘેાડા નીકળ્યા. છેવટે એ અમૃત ચેઘડિયુ આવી પહેાંચ્યું. મુક્તિરમણીને વરવાને કલૈયા કુંવર ઠાઠમાઠપૂર્વક વરઘેાડે ચડવા.