________________
વિદાય છે.” મુનિએ મહારાજશ્રીને વાત કહી. - “અમને દરબારમાં બેલાવવા જેવું શું કામ છે ! તમે જણાવે છે તે સંબંધી કાંઈક વિચાર પણ કરી શકાય.”
સાહેબ ! વડેદરાથી કોઈ ખીમચંદભાઈને તાર છે. અને તે લખે છે કે મારા ભાઈ છગનની દીક્ષા રે.”
" “ઓહો ! એમ વાત કરોને ! હવે સમજાયું .અહીં તા દીક્ષાની વાત કઈ જાણતું નથી.” આશ્ચર્યથી મહારાજશ્રીએ ખુલાસો કર્યો.
પણ મહારાજશ્રી, હું તો ચિઠ્ઠીને ચાકર. મને હુકમ કર્યો તેમ મારે તે કરવું પડે.”
“અમે તે દરબારમાં ન આવી શકીએ પણ તમારી સાથે બે ચાર ગૃહસ્થ અને છગનને પણ સાથે મેલું. બધે ખુલાસો થઈ જશે.”
ખુશીથી! તેમ કરશે તે પણ ચાલશે. તાર આવ્યું છે એટલે અમારે તેની તપાસ તે કરવી જ જોઈએ.” - “હું હમણાં જ તેને પ્રબંધ કરું છું.”
ધર્મશાળામાં મહારાજશ્રી પાસે સિપાઈ આવ્યાની વાત વિજળી વેગે ફેલાઈ ગઈ. કેટલાક ગૃહસ્થો આવી પહોંચ્યા. સાધુઓ એકઠા થઈ ગયા અને આસપાસ મેટું ધાંધલ મચી રહ્યું. તે વખતે વડોદરાવાળા શેઠ ગોકુળભાઈ . ધુળિયાવાળા શેઠ સખારામ, ભરૂચવાળા શેઠ અનુપચંદભાઈ અને ખંભાતવાળા શેઠ પોપટભાઈ અહીં હતા. તેમણે આ વાત જાણી એટલે તુરત આવી પહોંચ્યા, અને છગનને