________________
યુગવીર આચાર્ય મોટાભાઈ ! મારા દુઃખને કાંઈ પાર છે! એકને એક આફત હોય છે જ. હમણાં ઘરમાં તબીયત બરાબર નહેતી. હજી બે દિવસથી ઠીક છે ત્યાં બીજી ઉપાધિ આવી પડી.” ખીમચંદભાઈએ મુશ્કેલી બતાવી.
પણ છે શું, ખીમચંદ! વાત તે કર.”
“છગન પાલીતાણાથી મહારાજ સાહેબની ર રાધનપુર ગો છે. ત્યાંથી રજીસ્ટર કરેલે પત્ર આવ્યું છે કે મારી દીક્ષા થવાની છે.”
“કાગળ તે એક મારા પર પણ છે અને ગોકુળકાકા મળ્યા હતા તે પણ કહેતા હતા કે મારા પર પણ એક કાગળ છે.”
પણ હવે મારે કરવું શું! છગનની પાછળ તે હેરાન થઈ ગયે. રાધનપુર જાઉં પણ ત્યાં મારું કોણ?”
ભાઈ ખીમચંદ! એમ ચિંતા કયે કંઈ ચાલશે? તું જા, સાથે દીવાળીફઈને તેડી જા. પણ જે ત્યાં કોઈ ધમાલ ન કરીશ. છગન હવે કાંઈ નાનું નથી. ઘેર ન આવે તે જબરદસ્તી લાવીને પણ તું શું કરીશ? મહારાજશ્રીને વિનતિ કરજે. અને છગનને સમજાવજે, નહિતે પછી જેવું નિમિત્ત. તેના ભાગ્યમાં જ ત્યાગ હશે તે આપણે શું કરવાના હતા ?”
ખીમચંદભાઈ ફઈબાની સાથે ચાલી નીકળ્યા. રાધનપુર સુધી રેલનું સાધન હતું નહિ. હારીજ સ્ટેશને ઉતરીને ઘોડાગાડીની તપાસ કરી પણ બળદગાડાય ન મળી. હવે