________________
હર
---
યુગવીર આચાર્ય આજસુધી જે બંધુપ્રેમની પાછળ મેહાંધતા હતી તે સરી પડી. જગતના કરડે માણસો મેહરૂપી મદિરામાં ઉન્મત્ત પાગલ થઈ રહ્યા છે અને તેની પાછળ જીવનના ઉચ્ચમાં ઉચ્ચ ધ્યેયને ભૂલી જાય છે, તે છગને વર્ષો પહેલાં સમજેલું સત્ય આજે તેમને સમજાયું. આજેજ તેઓ સ્પષ્ટ જાણી શક્યા કે છગનભાઈને જીવાત્મા ઉચ્ચતમ કટિને છે. તે મારા જેવા રંકનું રત્ન છે. ઘરમાં પડી રહેવા તે સર્જાયું નથી.
તેની સાધના મહાન છે. ઘર નહિ, કુટુંબ નહિ, કેમ નહિ, ગામ નહિ, નગર નહિ, પણ જગતના બધા મનુષ્ય, એટલું જ નહિ પણ જગતના પ્રાણું માત્રના કલ્યાણ માટે એ મહાન આત્મા મારે ત્યાં નિમિત્તરૂપે ભૂલે ભટકો આવી ચડે છે. પ્રાણીમાત્ર તેનું કુટુંબ-તેનું ઘર છે. હું કાણ તેને બંધનમાં બાંધી રાખનાર અને તેના ત્યાગથી–સંયમથી હું, મારું કુટુંબ, મારી કેમ, મારો દેશ ઉજલ થશે.” - ખીમચંદભાઈની ભાવનાઓને સતેજ થઈ. ઉર્મિઓ જાગી ઊઠી. ડી જ ક્ષણે પહેલાંના ખીમચંદભાઈ બદલાઈ ગયા. કર્મબંધનના દલાલ ધર્મમુક્તિને દલાલ બની ગયા. - હવે એમને જંપ નહોતે, આરામ નહોતે, તેઓ એકાએક ઊઠયા અને શાંતનિદ્રા લઈ રહેલા ગોડદાસભાઈના પલંગ પાસે ગયા,