________________
કસ્તુરીની દલાલી
તે તે પછી છગનને તમે રજા આપ-તમારે જ આપવી જોઈએ.”
પણ એ ભાવના એટલી બધી તે નથી જાગૃત થઈ કે મારી જમણી ભુજા સમાન મારા પ્રિયબંધુને સાધુ થવા દઉ. ”
ભાઈ! તમારી વાત સાચી છે. દુનિયામાં મેહજાળ બહું મોટી છે તે તે તમે સમજે છે ને !
ગેડીદાસભાઈ, હું સમજું છું, પણ કરું છું !”
“કેમ શું કરું ! તમે જુઓ છો કે તમે મારા છગન ! માર છગન ! કરતા ફરે છે. છગનને તમારી પડી નથી. તમને ગનનું રટણ છે, છગનને તેના સ્વાર્થનું– મુક્તિનું છે. આ દિશામાં મહ રાખીને શું કરશો? કર્મબંધન સિવાય તમારા હાથમાં આવશે શું? હું તે કહું છું તમે મિથ્યા મહિને છેડો અને છગનને તેની મનેકામના પૂર્ણ કરવામાં તમે સહાયભૂત થાઓ. હવે રાત બહુ ગઈ છે. તમે આરામ કરો.”
ખીમચંદભાઈના મનમાં ગેડીદાસભાઈના વિચારોએ ઉથલપાથલ મચાવી મૂકી. ઊંઘ તે નસીબમાં નહોતી, મનમાં દ્વયુદ્ધ ઊભું થયું. “છગન તે હવે ઘેર જવા તૈયાર નહે. મન છગનને દીક્ષાની આજ્ઞા દેવા માનતું નહતું. જબરદસ્તી પણ ક્યાંસુધી થઈ શકે?”
છેવટે ખીમચંદભાઈને મેહને પડદે તૂટી ગયે. હદય-- પરિવર્તન થઈ ગયું. તેમને આજે સંસાર વિશાળ દેખાય. કસ્તુરીની દલાલીની વાત એમને હૈયે વસી ગઈ.