________________
**
યુગવીર આચાય
“ ભાઈ ! હમણાં આપણે ઘેર ચાલેા. તમે મુસાફરીમાં થાકી ગયા હશે. સ્નાન પૂજા કરી જમી પરવારી શાન્તિથી વાત કરો. અહીં તા કાઈ દીક્ષાની વાત પણ નથી જાણતું. રાધનપુર જેવા શહેરમાં દીક્ષા શું ચુપચાપ થશે! જ્યારે થશે ત્યારે ધામધૂમપૂર્વક થશે. દીક્ષાના મહાત્સવ કરવાવાળા તેા અમે છીએ. ” ગાડીદાસભાઈ એ ખીમચંદભાઈ ને સાંત્વન આપ્યું.
“ પણ જુઓ આ છગનની ચિઠ્ઠી. ’
(6
ખીમચંદભાઈ, ચિઠ્ઠી તે જોઈ ! પણ તમને અમા રામાં વિશ્વાસ છે કે નહિ!” મહારાજશ્રીએ જણાવ્યું. “ સાહેબ ! આપનાં વચના પર મને પૂર્ણ વિશ્વાસ છે. આપ એવા સાધુ નથી જે છેકરા નસાડી—ભગાડી છાની દીક્ષા આપે. પણ મને એ વિચાર આવે છે કે આપે સૂચના ન આપી અને છગને એકાએક કેમ લખી જણાવ્યું? ”
“ મને પણ તેજ આશ્ચય થાય છે! વળી આ ચિઠ્ઠીમાં જે દિવસ લખ્યા છે તેમાં દીક્ષાનું મુહૂત જ નથી. મીન માં દીક્ષા થઈ શકે ખરી? મને તો લાગે છે, છગને પોતે ચૂપચાપ આ ચિઠ્ઠી લખી લાગે છે. ” આચાય શ્રીએ ખુલાસા કર્યો.
“ સાહેબ ! ત્યારે છગનને જ મેલાવાને ! જે હશે તે સમજાશે. ” સીરચંદભાઇએ સૂચના કરી. t હા ! ખેલાવા છગનને !”
“ કેમ ભાઈ! પત્રની શું વાત છે!”