________________
આભ જાગૃતિ
[ ૯ ]
(ત્રિના સમય હતો. ઉપાશ્રયમાં બધા શાન્તિની નિદ્રા લેતા હતા. પવન અધ થઈ ગયા હતા. ઉકળાટ પણ ઠીક હતા. આકાશ તારલાઓથી ચમકતું હતું. કૂતરાના ભસવાના અવાજ થેાડીથેાડી વારે સંભળાતા હતા. બધું સૂનસાન હતું. માત્ર આપણા ચરિત્રનાયક છગનભાઇ આજે બેચેન હતા. ઊંઘ તેા ઊડી ગઈ, પણ અંતરમાં વેદના થવા લાગી. હજારે વિચાર આવ્યા અને ચાલ્યા ગયા.
આમ ક્યાંસુધી રહેવાશે ! ગુરુદેવની કૃપાદ્રષ્ટિ તે છે પણ તે શા કામની? આમ ને આમ બંધનમાં ક્યાંસુધી પડયા રહેવું ? સવાર થાય અને નવાનવા ગૃહસ્થાને ત્યાં જમવા જવું. તેઓ બધા મને ખૂબખૂબ ભાવપૂર્વક આનદથી જમાડે છે, પશુ એમ કાંસુધી ચાલે ? હવે તેા નથી રહેવાતું. મોટાભાઇ તે માનતા જ નથી. એકવાર છૂટવાના પ્રયત્ન કર્યાં, ખીજીવાર કર્યાં, અન્નવાર નિષ્ફળતા મળી. ભાઈનું જ ધાર્યું થયું. હજી કના અંતરાય કચાં સુધી હશે? આમ ને
: