________________
-
-
-
-
-
-
-
-
-
-
-
યુગવીર આચાય સાહેબને મારી વતી કહેશે કે કષ્ટને માટે ક્ષમા કરે.” | દરબારમાંથી બધા મહારાજશ્રીની પાસે આવ્યા. અહીં સાધુએ બધા એજ ચર્ચા કરતા હતા. કોણે આવા ખોટા સમાચાર આપ્યા હશે! દરબાર શું કરશે ! ત્યાં તે રાયસાહેબે મહારાજને દરબારશ્રી સાથે થયેલી બધી વાત કરી અને છગનની નિર્ભયતા તથા વિનય માટે ખૂબજ સંતોષ વ્યકત કર્યો.
તેજ સમયે ટપાલમાં ખીમચંદભાઈને મહારાજ સાહેબ પર પત્ર પણ આવી પહ, પત્ર વાંચતાં જ બધું રહસ્ય સમજાઈ ગયું. છગનભાઈનાં બહેન શ્રી જમના બહેન યાત્રાર્થે આવેલાં. તેમણે નરસી કેશવજીની ધર્મશા ળામાં અઠ્ઠાઈ મહોત્સવ માટે તૈયાર કરેલા ભવ્ય મંડપ જે. મંડપ જોતાં જ તેમને વહેમ પડયે કે જરૂર આ ઉત્સવ મારા ભાઈ છગનની દીક્ષા જ હોવો જોઈએ. ન કેઈને પૂછ્યું કે ન તપાસ કરી. તેમણે તે તુરત જ ખીમચંદભાઈને વડેદરા તાર કર્યો કે છગનની દીક્ષા કારતક વદ પાંચમની થવાની છે. તમે જલદી પહોંચે.
વાત જુદી જ હતી. ધુલિયાનીવાસી શેઠ સખારામભાઈ બાર વ્રત ગ્રહણ કરવાના હતા, અને તે નિમિત્તે અઠ્ઠાઈ ઉત્સવ પણ તેમના તરફથી હતું. શ્રી જમનાબહેને તે છગનભાઈની દીક્ષાને ઉત્સવ સમજી લીધે અને ખીમચંદભાઈએ તાર મળતાં પાલીતાણા દરબાર પર દીક્ષા રોકવા તાર કર્યો. બધા પત્રની હકીકત તથા બનેલી ઘટના ઉપર હસવા લાગ્યા,