________________
-
--
--
--
-
--
વિદાય
ચાતુર્માસ પૂર્ણ થયે મહારાજશ્રી વિહાર કરવાના હતા. જમના બહેને છગનભાઈને વડેદરા આવવા સમજાવ્યા પણ તેમણે ના કહી અને જમના બહેન ચાલ્યાં ગયાં. મહારાજશ્રીની સાથે છગનભાઈ પણ પિતાનું બીછાનું અને પાઠય પુસ્તકે લઈને ચાલ્યા. વિહાર કરતાં કરતાં આચાર્યશ્રી રાધનપુર પધાર્યા. લગભગ દસ મહિના છગનભાઈ આચાર્યશ્રીજીની પાસે રહ્યા. અભ્યાસ પણ બહુ જ સાર કર્યો. સાધુમુનિરાજેને સારે પ્રેમ સંપાદન કર્યો. તેમને વિનય તે બહુ જ પ્રશંસનીય ગણતે. ગૃહસ્થને ત્યાં ભોજન માટે જતાં તેમને સત્કાર થતા. સાધમી ભાઈ, દીક્ષાના ઉમેદવાર, અભ્યાસી અને વિનમ્રકુમાર બધાને ગમી જતા. બધા માનતા કે અમારાં ધનભાગ્ય કે આવા સુપત્રનાં પગલાં અમારે ત્યાં થયાં. બધા આદર અને આગ્રહ
પૂર્વક પિતાને ત્યાં લઈ જતા અને પ્રેમથી જમાડતા. બધા ભાઈબહેને છગનભાઈની પ્રશંસા કરતા. ધન્ય છે ! કેવા ઉચ્ચ અને પવિત્ર ભાવ છે ! શાસનની ભા અને પ્રભાવના આવા ધર્માત્માથી જરૂર વધશે. જ વધશે.
(
-
-