________________
યુગવીર આચાર્ય લઈને દરબારમાં ગયા. મહારાજશ્રીને કહ્યું કે આપ નિશ્ચિત રહે. અમે હમણાં જ આવીએ છીએ અને દીક્ષા વિષે કાંઈ વાત છે જ નહિ પછી ચિંતાનું શું કારણ છે? - કલકત્તાવાળા રાયસાહેબ બદ્રીદાસજી મુકીમ આ વખતે યાત્રાર્થે આવ્યા હતા અને પાલીતાણા દરબારના જ મહેમાન હતા. મહારાજશ્રીના તેઓ પણ ભક્ત હતા. બધા તેમની પાસે ગયા. બધી વાત વિગતે કરી એટલે રાયસાહેબ પિતે બધાને લઈને દરબાર સાહેબની પાસે આવ્યા.
“નામદાર ઠાકોર સાહેબ !” રાયસાહેબે પ્રણામ કર્યા.
પધારે! પધારે! રાયસાહેબ, તમે કેમ તકલીફ લીધી?” ખુરશી ઉપર બેસતાં ઠાકોર સાહેબ બેલ્યા.
સાહેબ ! આપના ઉપર વડોદરાથી તાર આવે છે ને !”
હા ! પણ એ તે આત્મારામજી મહારાજ માટે છે.” “હાજી! એ અમારા ગુરુવર્ય છે.”
પણ તે નાના છોકરાને દીક્ષા શા માટે આપે છે?”
“વાત એમ છે સાહેબ! આ ભાઈ ખીમચંદભાઈ ને ભાઈ છે. તે માને તો છે જ નહિ, પણ દીક્ષાની વાત તે કઈ જાણતું નથી.”
“તે પછી તાર શી રીતે આવે? ”
“એમ લાગે છે કે કેઈએ અહીંથી ખોટા સમાન ચાર તેના ભાઈને આપેલા અને તેથી તેમણે આપના ઉપર - તાર કર્યો. આપ સાહેબ વડેદરાને તેમના જ ગામના