________________
પs
વિદાય
તે વાત તેમને પણ ગમી ગઈ. અમીચંદજીએ જ્યારે સંસ્કૃત-વ્યાકરણ–ન્યાય વગેરેને અભ્યાસ કરી લીધું ત્યારે તેમણે પૂછયું.
બેટા! બતાવ! સૂત્રોને અર્થ પૂજ્ય અમરસિંહજી કહે છે તે સત્ય છે કે આત્મારામજી મહારાજ કહે છે તે સત્ય છે?”
“પિતાજી! શ્રી આત્મારામજી મહારાજ ફરમાવે છે તેજ સત્ય છે. એ જ જૈન ધર્મને સત્યમાગને ઉપદેશ આપે છે.” અમીચંદજીએ સ્પષ્ટ ઉત્તર આપ્યો.
તે દિવસથી લાલા ઘસીટામની શ્રદ્ધા ઢંઢક પંથથી વિચલિત થઈ અને આત્મારામજી મહારાજને ગુરુ માનવા લાગ્યા.
પછી તે મુર્શિદાવાદનિવાસી બાબુ ધનપતસિંહજીની સૂચનાથી પંડિત અમીચંદજી મહારાજની પાસે જ રહેવા લાગ્યા. તેમના શિષ્યોને અભ્યાસ કરાવવા લાગ્યા અને તેમના ખર્ચ માટે પ્રબંધ બાબુજીએ કરી આપ્યું. આ વખતે પંદર સોળ સાધુઓ-મહારાજશ્રીના શિષ્ય, પંડિત અમીચંદજી પાસે અભ્યાસ કરતા હતા. છગનભાઈની બુદ્ધિ તેજ હતી. તેમણે પણ ચંદ્રિકાને પૂર્વાર્ધ પૂરો કરી લીધે. - ગુરુમહારાજ તે પહેલેથી જાણતા હતા કે આ કેઈ મહામૂલું રત્ન છે. તેમની આવી તેજ બુદ્ધિ જોઈને તે મહારાજશ્રીને ખૂબ આનંદ થયે. બધા સાધુઓ પણ તેમને ભાવપૂર્વક રાખવા લાગ્યા; એટલું જ નહિ પણ હજી તે ફ્રીક્ષાનું ઠેકાણું નહોતું. પગલે પગલે દીક્ષામાં મુશ્કેલીઓ