________________
પર
યુગવીર આચાય તેથી અનેકગણે આનંદ છગનભાઈને આજે થયો. રાત્રે ઊંઘ ન આવી. શ્રી શત્રુંજયગિરિ અને ગુરુદેવનાં સ્વપ્ન આવવા લાગ્યાં. કયારે સવાર પડે અને ટ્રેનમાં બેસાય! રાત્રે તો ખીમચંદભાઈ ફરી નહિ બેસે! અરે, આજ તે સવાર જ નથી પડતું.
સવાર થયું ન થયું ત્યાં તે ઊઠીને છગનભાઈ તૈયાર થઈ ગયા. ભાઈએ ભાવભરી વિદાય આપી. બહેને ચાંદલે કર્યો અને રૂપીઓ આપે. જાણે આખરી વિદાય. છગનભાઈને આનંદ માટે નહેતો. લલાટને ચાંદલે ચમકી રહ્યો હતે. શુકન પણ ગાયના થયા ને ભાઈ-ભાભીની રજા. લઈને ગોકુળભાઈની સાથે પાલીતાણા આવી પહોંચ્યા.
ગુરુદેવનાં દર્શન ભારે ભક્તિભાવથી કર્યા. ગિરિરાજની યાત્રા કરતાં કરતાં આંતર શત્રુઓના જય માટે શગુંજ યનો સંદેશ સાંભળે. દાદાને ભેટી કૃતકૃત્ય માનવા લાગ્યા. ચારિત્રની સાધના ક્યારે થશે? તે મહાન વિચાર ઘોળાવા લાગે. જ્ઞાન-દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ માટે તેજસ્વી આત્મા ચેતી ગયે.
સં. ૧૯૪૩ નું ચોમાસું પાલીતાણામાં ગુરુમહારાજની સેવામાં કર્યું. પંજાબી પંડિત અમીચંદજી ઓસવાળની પાસે ચંદ્રિકા શરૂ કરી. પંડિત અમીચંદજી પટ્ટી (જી. લાહોર)ના રહેવાશી હતા. તેના પિતા સ્થાનકવાસી હતા. મહારાજશ્રીએ એક વખત તેમના પિતા લાલા ઘસીટામલને કહ્યું કે તમે તમારા ત્રણ પુત્રોમાંથી અમીચંદજીને સંસ્કૃતાદિ ભણાવે અને પછી તે જેમ કહે તેમ તમે કરે.