________________
યુગવીર આચાય
જવાની રજા લઈ આપ.” છગનભાઈ પાલીતાણું જવાની ઉત્સુકતામાં ગોકુળભાઈને ત્યાંથી સીધા હીરાચંદભાઈને ત્યાં ગયા અને વિનંતિ કરી.
પાલીતાણા કઈ જાય છે તે ! સંગાથ વિના નું કેવી રીતે જઈશ?” હીરાચંદભાઈએ પૂછ્યું.
“મોટાભાઈ! આપણા કુળકાકા અને શ્રી વીજળી - કાકી પાલીતાણા જવાનાં છે. અને તેમને પૂછીને જ અહીં આ છું.છગને સ્પષ્ટતા કરી.
તે તે બહુ સારું ! હું જરૂર રજા અપાવીશ. હમણાં જ પટેલને બોલાવા મેકલું છું.” હીરાચંદભાઈએ ખીમચંદભાઇને બોલાવ્યા.
“કેમ ભાઈ, શું કામ હતું?” ખીમચંદભાઈએ પ્રશ્ન કર્યો.
“ખીમચંદ! છગન પાલીતાણા જવા ઇચ્છે છે. સંગાથ પણ સારે છે. વીજળબહેન ને ગેકુળકાકા જવાના છે. યાત્રાએ જવા દેવામાં શું વાંધે !”
“ભાઈ ! છગનને યાત્રા માટે જતાં હું નથી રેકતે, તે ખુશીથી જાય. પાલીતાણામાં ચોમાસું કરવું હોય તે પણ કરે, પણ પ્રતિજ્ઞા કરીને જવું પડશે કે તે પાછો વડોદરા જરૂર આવી જશે.” , ખીમચંદભાઈએ શરત સંભળાવી.
સાંભળ્યું! ભાઈ છગન ! યાત્રા કરીને વડોદરા તે આવીશને?” હીરાચંદભાઈએ પ્રશ્ન કર્યો.