________________
યુગવીર આચાય વાર તો થાય જ. મગનભાઈએ તપાસ કરી લીધી અને જમવાનું તૈયાર હતું. પાટલા નંખાઈ ગયા હતા એટલે ખીમચંદભાઈને કહ્યું. “શેઠ! સામૈયાની થોડીવાર છે. તમે છગનભાઈને લઈને ચાલે અને બીજા જે ભાઈબહેનને રાત્રિભેજનના નિયમ હોય તેમને બધાને આપ જરૂર સાથે લેતા આવે.”
જમવાની વ્યવસ્થા બહુ સુંદર હતી. પ્રાસુક પાણી પણ તૈયાર હતું. ગરમગરમ રસોઈ બધાને મળી. સમનીવાળા લોકો બહુજ ઉત્સાહી હતા. છગનભાઈનું ધર્માચરણ જોઈને આનંદ થયે. નાની ઉંમરમાં આવું ઉત્તમ આચરણ તે કઈ ભાગ્યશાળી જીવ છે. જાનૈયા પણ બધા કહેવા લાગ્યા. અમારા ભાગ્ય કે છગનભાઈની સાથે અમને ગરમગરમ રસાઈ મળી. નહિ તે કોણ જાણે ક્યારે કેવું ખાવાનું મળત! એક ધર્માત્માના પુત્યે કેટલા જીવોને શાંતિ થઈ. ખીમચંદભાઈ આ નાના એવા પ્રસંગથી જોઈ શક્યા કે ધર્મની તે બલિહારી છેજ. છગન જે ધર્મમય જીવન જીવે છે, તેમાં ખોટું શું છે! કેવીકેવી તપશ્ચર્યા કરે છે. ઘરે હોય કે બહાર પણ તેની ટેક કેવી દઢ છે. નાની ઉંમરમાં કેવું પવિત્ર આચરણ! બંધુપ્રેમ તે હતો પણ મેહ જ નહોતું. આજે દિલ ડું પીગળ્યું. છગનભાઈને રસ્તે નિશ્ચિંત તે નહિ પણ છેડેથડે સરલ થતે દેખાશે.
ખીમચંદભાઈ છગનને જાનમાં લઈ જવાને ઉદ્દેશ તે હતે છગનના વિચારોમાં પરિવર્તન લાવવાને, જાનૈયાની સેજ, વેવાઈઓનાં મિલન, વરઘોડાની ધામધૂમ, લગ્નની