________________
બંધુપ્રેમ
ક્રિયા, સગાંસંબંધીઓને આનંદ, જમણવારોની મજા, સ્ત્રીઓના લગ્નગીતોની રમઝટ અને સરખેસરખા જાનથાના હાંસી ખેલ વગેરે મોહક દ્રશ્ય ભલભલાને લગ્ન તરફ આકર્ષે. છગનભાઈ પણ યુવાન હતા. લગ્નજીવન કેવું હોય છે, તેને આથી તેને ખ્યાલ આવશે અને ઘણાએ જુવાને ચળી જાય છે તેમ છગન પણ ચળશે અને ખીમચંદભાઈ તથા મામા અને રૂમિણીબહેન પ્રસંગ આવે તે છગનભાઈ માટે કેઈ રૂડીરૂપાળી કન્યા પણ શોધી લેશે. પણ આ બધા વિચારે હવામાં રહ્યા. છગનભાઈ તે રજમાત્ર પણ ચલિત ન થયા. તે તો ઉદાસીન હતા જ, ધર્મનિષ્કામાં નિશ્ચળ હતા પણ છગનભાઈએ એવું કામણ કર્યું કે ખુદ ખીમચંદભાઈ બદલાઈ ગયા. તેમના વિચારમાં મૃદુતા આવી. મેહ પાતળો થવા લાગ્યો અને એક ધમપ્રેમી, બાળજીવ પણ દ્રઢતાથી ભલભલાને કેવા આકષી શકે છે તે આજે સિદ્ધ થતું લાગ્યું. ખીમચંદભાઈની દ્રષ્ટિને બદલાવતી જાન વડેદરા આવી પહોંચી.