________________
૪૩
બંધુપ્રેમ
તેના ભાગ્યમાં જ સાધુપણું લખેલું છે તે મારા લાખ લાખ ઉપાયે નકામાં છે. અને જે તેનું નિમિત્ત નહીં જ હોય તે તેના બધા પ્રયત્ન નકામા થવાના છે.
અરે, તેના જ સાથીઓ હરિલાલ સૂબા, મગનલાલ માસ્તર, વાડીલાલ ગાંધી અને સાંકળચંદ ખંભાતી તેનાથી ઉંમરમાં મોટા હતા છતાં તે ફસકી ગયા તે આનું શું ગજું? બે દિવસ ધકકા ખાઈને ઠેકાણે આવી જશે. છતાં જેવો તેને ભાગ્યોદય. મને તે ભાઈ તરીકે મેહ છે પણ તેને દુઃખી કરવાને શું અર્થ છે? બસ હવે હું તેને મારા તરફથી કશી કનડગત નહિ કરું. ભાવભાવ હશે તેમ થશે.”
કે કુદરતને સંગ! એકજ પ્રસંગથી ભાઈભાઈ નજદિક આવ્યા. સાધકની કસોટી ઠીક થઈ. ભાઈના વિચારમાં અત્યારે તે પરિવર્તન થયું. એ પરિવર્તન ટકી રહેશે કે કેમ તે તે કેમ કહેવાય પણ છગનભાઈને તેનાથી લાભ જ થયા.
સવાર થયું. ગાડીમાં બેસવા જવા માટે બધા તૈયારી કરવા લાગ્યા. છગનભાઈ જાણતા હતા, પતે વહેલા ઉઠી આવશ્યક કાર્યથી નિશ્ચિંત થઈ ગયા. પ્રતિકમણ પણ પૂરું થવા આવ્યું. સામાયિક પારવાની તૈયારી હતી. ખીમચંદભાઈ બધાને રવાના કરી છગનભાઈ માટે રાહ જોતા બેઠા. સામાયિક પારી છગનભાઈ તૈયાર થઈ ગયા. સંથારિયું બાંધી લઈ લીધું અને બોલ્યાઃ
ચાલે મોટાભાઈ હું તૈયાર છું.”