________________
R
યુગવીર આચાર્ય “કેમ શું છે?”
“બસ્તરે લઈને સૂઈએ ને. આમ ખૂણામાં સૂવાય કે? કોઈ શું કહેશે ?”
કેઈ કાંઈ ન કહે. મારે નિયમ હોય તે કંઈ તેડાય ! ”
ભાઈ! લે તારું સંથારિયું, શાંતિથી સૂઈ રહે. મેટાભાઈ છગનને તેને રસ્તે જવા દે. તેનું મન ન દુભાવ, તે ઘરમાં છે એટલું ઘણું છે.”
આજ ખીમચંદભાઈને ઊંઘ જ ન આવી. છગનની ભાવના, છગનની તપશ્ચર્યા, છગનની દ્રઢતા, છગનને ધર્મપ્રેમ, છગનની ગુરુભક્તિ, છગનની ઉદાસીનતા, છગનને વૈરાગ્યઃ બધુંય યાદ આવ્યું.
આંખોમાં અશ્રુ ઉભરાઈ આવ્યાં. બંધુપ્રેમનું ઝરણું વહેવા લાગ્યું. હૃદયમાં તોફાન જાગ્યું.
મારું કર્યું શા કામનું! હું ઘણોએ રેકું છું પણ તે કયાં સુધી! મારે ભાઈ શાસનને માટે જ જન્મે છે. કુટુંબના વાડામાં બંધાઈ રહેવા માટે નહિ. હું શા માટે અંતરાય કરું? એ વિવાહિત તે છે નહિ કે મારે પાછબનાની ચિંતા કરવી પડે. અને વિવાહિત હોત તે પણ હું શું કરી શકત! શ્રી કાંતિવિજ્યજી મહારાજ, શ્રી હંસવિજયજી મહારાજ તે વિવાહિત હતા. તેઓ પત્ની અને ઘરનાં માણસને છોડીને કેવા ચાલી નીકળ્યા? કઈ શું કરી શકયું !