________________
યુગવીર આચાર્ય
“રૂમિણી બહેન ! મેટાભાઈ ધારતા હશે કે હું લગ્ન જોઈશ એટલે મારા વિચારે બદલાઈ જશે, તે એ વાતમાં કાંઈ માલ નથી.”
એ ગમે તેમ હોય પણ તારે આવવું જ પડશે.” તે ભલે! હું ને મારું સંથારીઉં તૈયાર.”
છગનભાઈના મામા જયચંદભાઈને પુત્ર નાથાલાલભાઈનાં લગ્ન હતાં. છગનભાઈને તે પહેલેથી જ આવાં કામમાં રસ હતું જ નહિ, પણ મોટાભાઈના અતિ આગ્રહથી અને બહેનની સમજાવટથી જવું પડ્યું.
સાધકોને માટે મુશ્કેલીઓ આવ્યા જ કરે છે. એ કસોટીઓમાંથી પાર થવું એમાંજ સાધકોની ઉગ્રતા ગણાય છે. ખીમચંદભાઈ તો ધારતા હતા કે છગન વૈરાગ્યભાવ ભૂલી જશે, અને ઠેકાણે આવી જશે. પણ ચાર દિવસની ચાંદનીથી કાંઈ હૃદયના ઊંડાણમાં રહેલે વૈરાગ્યભાવ જાય છે ? ખીમચંદભાઈ ક્યાં જાણતા હતા કે પ્રસંગ તો એ આવશે કે કુદરત તેમને પિતાના વિચાર બદલવા ફરજ પાડશે.
જાન સાંજે મામાની પોળમાં આવીને ઉતરી. સ્ટેશન પાસે હોવાથી સવારે અહીંથી રેલ ગાડીમાં બેસવું અનુકૂળ પડે, તેથી જાનૈયા અહીં આવીને રહ્યા હતા.
છગનભાઈને જગ્યાની ખબર હતી. સૌથી પહેલાં આવીને પ્રતિક્રમણ કરી એક ખૂણામાં ખેસ પાથરી સૂઈ રહ્યા.
જાન આવતાં અને જાનૈયાઓને ઘરઘરથી બોલાવી લાવતાં બહુ વખત થઈ ગયે. રાત પડી ગઈ. . જ્યાં