________________
યુગવીર આચાય
મારે જીવ તે નહિ જ ચાલે. હું તેને નહિ જવા દઉં. કુટુંબ અને સગાંસંબંધી શું કહેશે !”
“તે તારી મરજીની વાત છે. પછી તું શું ઇરછે છે!” “હું માત્ર એટલું જ ચાહું છું કે તે ભાગી ન જાય.”
“હું તેને સમજાવી દઈશ. પણ મેં સાંભળ્યું છે કે તું તેની ધર્મકિયામાં બાધા નાખે છે. ગરમ પાણીમાં ગડબડ કરે છે. તે બિચારા ભૂખેતર પડયો રહે છે. એવું અનુચિત કામ તે તને ન શોભે. તેથી તે પાપબંધ થાય. ભવિષ્યમાં જે થવાનું હશે તેજ થશે. તેમાં તું કે હું કાંઈ કરી શકનાર નથી.”
છગનને આપની પાસે મોકલું છું. આપ તેને સમજાવી દેશે.”
શ્રી હીરાચંદ ઈશ્વરદાસ ઝવેરીને ત્યાં ખીમચંદભાઈની બેસઉઠ સારી હતી. બન્ને માસિયાઈ ભાઈ હતા. હીરાચંદભાઈની પ્રતિષ્ઠા સારી હતી. તે ધર્મનિષ્ઠ અને સાચા સલાહકાર હતા, ખીમચંદભાઈ વારંવાર તેમની સલાહથી કામ કરતા. વેપારધંધામાં પણ તેમની દોરવણી બહ કામ લાગતી. ખીમચંદભાઈની ઈજજત–આબરૂ તેમનાથી ઠીક ઠીક વધી હતી. આત્મારામજી મહારાજશ્રીના વ્યાખ્યાનમાં તેઓ ખૂબ રસ લેતા હતા. હમેશાં એક બે સામાયિક કરતા અને તેમાં ધાર્મિક ગ્રંથોનું અધ્યયન કરતા. વડોદરામાં હીરાચંદભાઈ નાનામોટા કામમાં આગળ પડતા હતા. આત્મારામજી મહારાજ પ્રત્યે તેમને અસાધારણ