________________
૨૫
કપરી કસોટી ઉપવાસ તે ચાલુ, એક કામળા ઉપર સૂઈ રહેવું ને સવારસાંજ પ્રતિકમણ-દર્શન-પૂજનને નિત્યક્રમ.”
વાહ ભાઈ વાહ! કઈ ધર્મદ્રષ્ટિએ ક્રિયાકાંડ કરે તે પણ તેને પસંદ નથી! ઉચ્ચ આત્મા હોય તે જ આવું જીવન ઘડે.”
પણ તમે સાંભળો તે ખરા. ભાઈએ પિતાની ચીજો એક પછી એક ગરીબ યાચકોને આપવા માંડી. તે પૂરી થઈ એટલે ઘરની ચીજો હાથ આવી તે લૂંટાવી અને ઓછામાં પૂરું દુકાન પર પણ એ જ આદત. કેઈ આવવું જોઈએ. ભાઈ તે જાણે મેટા દાનેશરી?”
“ખીમચંદ! તું છગનને નકામે બાંધી રાખે છે. હું તે બરાબર જોઈ રહ્યો છું કે તે નાનપણથી ઉદાસીન અને ત્યાગની ભાવનાવાળે છે. સાંસારિક કાર્યમાં તે કદી ઉત્સાહથી ભાગ નથી લેતો.”
પણ હીરાચંદભાઈ! સાધુ થવું કાંઈ રેતું નથી પડ્યું. એ કાંઈ બચ્ચાને ખેલ નથી.”
તારી વાત તે સાચી છે, પણ જ્યારથી શ્રી આત્મારામજી મહારાજ અહીં આવી ગયા છે, ત્યારથી તેને સાધુજીવન પ્રત્યે ઊંડે પ્રેમ જાગે છે. મહારાજશ્રી પણ કહેતા હતા કે “ આ કિશોરની લલાટરેખા ભવ્ય છે. તેનાથી શાસનની શોભા વધશે. તે ગૃહસ્થીના બંધનમાં ભાગ્યે જ રહે. ભાઈ એ મહાત્માના વચન મિથ્યા નહિ થાય.”
તમે પણ ત્યારે તેને પક્ષ લ્યો છે ને ભાઈ !