________________
કપરી કસોટી મુનિમ ભગવાનદાસના સાળાના સાસરા હતા તેથી જૈન ભાઈઓ પણ ખીમચંદભાઈને પક્ષમાં થઈ ગયા અને છગનને જબરદસ્તી લઈ ચાલ્યા.
તે દિવસે બાવળામાં મુખીને ત્યાં રાત રહી બીજે દિવસે અમદાવાદ તરફ રવાના થયા. બપોરે એક વૃક્ષની નીચે ગાડું છેડી, નાસ્તો કરી, આરામ લેતા બધા બેઠા છે ત્યાં અમદાવાદથી વિહાર કરીને પાલીતાણા તરફ જતા, મુનિ મહારાજશ્રી વીરવિજયજી આદિ સાધુઓ જતા જોયા. સાધુઓને જોઈને છગનભાઈ તે દેડયા ને મહારાજશ્રી વીરવિજયજીના ચરણમાં પડી બેલ્યાઃ “મહારાજ! બચાવ! બચાવો! ગુરુ મહારાજ પાસેથી મારા ભાઈ મને લઈ જાય છે.”
અરે ભાઈ! આટલે ઉદાસ શું થાય છે! હિંમત રાખ, મોટાભાઈને પ્રસન્ન કરી, તેમની સંમતિ મેળવી આવજો. અમે પણ મેટી ઉંમરમાં દીક્ષા લીધી હતી ને !”
પણ મારા દીક્ષાના ભાવ છે, સાહેબ!”
“દીક્ષાના ભાવ હશે તે દીક્ષા થશે. ભાઈ પોતે જ સંમતિ આપશે. ધીરજ રાખે.”
આ વચનોથી જરા શાંતિ થઈ પણ ભાઈને મનાવવા એ તે ઘણું કપરું કામ હતું. શું થશે? તે વિચારમાં પ્રસ્ત હતા, ત્યાં મહારાજશ્રી દૂર પહોંચ્યા ને ભાઈએ ગાડીમાં બેસી જવા હાક મારી.
સાંજે અમદાવાદમાં રાત રહ્યા. અહીંથી ચૂપચાપ