________________
-
---
કપરી કસોટી ભક્તિ હતી, ખીમચંદભાઈની ચિંતા તે સમજી ગયા. ભાઈને સાધુ થવા દે તે કુટુંબીજને તેને જીવ ખાઈ જાય અને ન જવા શે તે છગન ઉધમાત મચાવ્યા જ કરે. છગનને પણ એવી તે લગની લાગી હતી કે હવે તે ગયા સિવાય રહેવાને પણ નહિ. સમયને પરિપાક થવા દેવા તેમણે વિચારપૂર્વક છગનને પોતાના વિશ્વાસમાં લેવા નિર્ણય કર્યો. ખીમચંદભાઈને પણ કાંઈક રાહત મળે તેમ ચેાજના કરી.
છગન ! તું ધર્મ કરવા નીકળે છે કે લોકોના આત્માને દુઃખી કરવા ?”
મોટાભાઈ ! આપ તે મારે મન પૂજ્ય છે. તમે જ કહેને હું શું દુઃખી કરું છું ?”
“એ નહિ ચાલે, ઘરને ઉજાડવું ધાર્યું છે કે શું ? ભાઈ, તું તે સાધુ થઈશ પણ બીજા પણ બાવા બને તેમ ઈચ્છે છે? ખીમચંદ તે તારાથી હેરાન હેરાન થઈ ગયા છે.”
ખીમચંદભાઈની વાત બધી સાચી, મારી વાત પણ સાંભળશે કે !”
કહે? કહે? તારે શું કહેવું છે ! ”
શું કહું ! મોટાભાઈ! મારા ધર્મકાર્યમાં હમેશાં કોઈ ને કોઈ વિન ઊભું કરવામાં આવે છે. હું ભૂખ્યા-તર પડયે રહું છું, છતાં હું મોટાભાઈ વિષે કાંઈ જ કહેતા નથી.”
“ હા તે વિષે મેં ખીમચંદને કહ્યું છે. પણ તું હવે સમજ. આજથી એવું કશું ન કરીશ. તું અહીં આવત