________________
૨૪
યુગવીર આચાર્ય નાસી જવાની યુક્તિ રચી પણ મોટાભાઈની ચાકી મજબૂત હતી. જવું મુશ્કેલ હતું. જ્યારે જુઓ ત્યારે ખીમચંદભાઈને ખોંખારે સંભળાતે જ હોય.
વડેદરા પહોંચ્યા ને છગનભાઈનું જેલજીવન શરૂ થયું. સખતાઈ થવા લાગી. ડગલે ને પગલે છગનભાઈની ખબર લેવાતી. છગનભાઈ પણ સમજી ગયા. એ જેલ-જીવનમાંથી એકાએક છૂટવું મુશ્કેલ છે. ભાઈને રાજી કર્યા વિના ગુરુમહારાજ દીક્ષા તે આપવાના નથી અને મોટાભાઈ પણ એવા તે મક્કમ છે કે સીધેસીધી સંમતિ તે મળવી મુશ્કેલ છે. એવું કાંઈક કરવું જોઈએ જેથી કંટાળીને મેટાભાઈ પિતે જ રજા આપે.
હીરાચંદભાઈ! હું તે હવે થાક્યો.” “કેમ ભાઈ! કાંઈ બિમાર થયો છે કે શું? ” “ના ભાઈના! બિમારી તે શું આવે!”
ઘરમાં કાંઈ ઉપાધિ આવી છે કે વેપાર પાણી બરાબર નથી? છે શું? ”
“ભાઈ ! વેપાર તે ઠીક ચાલે છે. ઘરમાં પણ બધાં સારાં છે પણ આ છગને ઉપાડે લીધો છે.”
ત્યારે એમ કહેને કે છગનથી તે કંટાળે છે.”
પણ ભાઈ, કંટાળું નહિ તે શું કરું ! તમે જ કહેને. નથી કેઈની સાથે બેલત, કે ચાલતે-જાણે મૌનવ્રત ન લીધું હોય. હંમેશાં ગરમ પાણી પીવું, એકાસણા