________________
૨
યુગવીર આચાર્ય છગનને લઈ જવો હોય તે ભલે લઈ જાય, પણ ખોટી ધાંધલ ન કરે, ને છગનને મારે નહિ. ખીમચંદભાઈને સ્વભાવ ઉષ્ય છે.”
“ખીમચંદભાઈ ! આટલે બધે ગુસ્સ કરવાનું ! કામ છે. શાંતિ રાખે, છગનને તમે ખુશીથી લઈ જાઓ પણ નાના બાળકને ધમકાવવાનું કે મારવાને,શે અર્થ છે?
સમજે નહિ તે શું કરે ! હું આપને થે જ કહું છું–મારો ભાઈ છે ને હું તેને લઈ જઈશ.”
ભલે સુખેથી લઈ જાઓ. પણ સમજાવીને કામ લે તો સારું.”
આચાર્યશ્રી વિહાર કરીને પાલીતાણું તરફ જત હતા. શ્રી હર્ષવિજયજી મહારાજ બીજે દિવસે અમદાવાદથી વિહાર કરી સરખેજ, મેરેયા થઈ બાવળા આવી પહોંચ્યા હતા. હજી તો ધર્મશાળામાં આવીને ગોચરી કરી બેઠ. હતા, ત્યાં તે ઘરઘર કરતી ગાડીને અવાજ આવ્યો. ધર્મશાળા પાસે આવેલી ગાડી કોની હતી તે જેવા છગનભાઈ જાય છે ત્યાં તે રાતાપીળા થયેલા ખીમચંદભાઈ ગાડીમાંથી તાડૂકતા તાડૂકતા ઊતર્યા. સાથે હતા તેના મુનિ ભગવાન, દાસ અને ત્રીજા તેમના બનેવી નાનાભાઈ.
ગાડીમાંથી ઊતરતાં છગનને જ સામે આવતે જોઈને ગુસ્સાને પારે ચડ્યો અને હાથ પકડી ઘસડીને ધમશાળાને એટલેથી નીચે લઈ ગયા. સાધુ મુનિરાજે આ ધમાલ સાંભળી દેડી આવ્યા પણ ખીમચંદભાઈનું દુર્વાસા સ્વરૂપ જોઈએ શું કરે? છતાં બે શબ્દો કહ્યા પણ ગામના