________________
શારદા સરિતા
પલ મિયા ભગવતીસૂત્ર આધ્યાત્મિક ભાવથી ભરપૂર છે. ગૌતમસ્વામી ખૂબ સરળ ને નિરાભિમાની હતા. ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વના જાણકાર એ કંઈ જેવા તેવા પુરુષ ન હતા. છતાં અભિમાનનું નામ નહિ. આજે તે થોડું આવડ્યું એટલે જાણે શેરી સાંકડી ને હું પહોળો. સાધુ પાસે પણ ગાણા ગાવા મંડી પડે છે જુઓ સાહેબ! મેં આટલા સિદ્ધાંત ને આટલા થેકડા કંઠસ્થ કર્યા છે. આટલા આગમ વાંચ્યા છે. અઠ્ઠાઈ, નવાઈ, સોળભથ્થા ને માસખમણ કર્યા છે. ભાઈ! બધા ગાણુ ગવાઈ ગયા પણ આત્માએ પાપ કેટલા કર્યા છે તેના ગાણા કઈ દિવસ ગાયા? જ્યાં સુધી ગુરુ સામે પાપને પિકાર નહિ થાય ત્યાં સુધી કર્મના ભારથી હળવા નહિ બનાય.
તમે લક્ષ્મણે સાધ્વીનું દષ્ટાંત ઘણી વાર સાંભળ્યું હશે. એ લક્ષમણું સાથ્વી જેવા તેવા ન હતા. જમ્બર વિદ્વાન સાધ્વી હતા. તે રાજકુમારી હતી. ચેરીમાં વિધવા બનેલી. ત્યાં તેને સમજાય ગયું કે આ સંસાર અસાર છે. જ્યાં પરણવાનું છે ત્યાં રંડા છે. આ સંસાર મારે ન જોઈએ. મીરાંબાઈ પણ બોલ્યા છે કે -
સંસારીનું સુખ કાચું, પરણું રંડાવું પાછું,
રડવાનો ભય ટાન્યો રે.મેહન પ્યારા આ લક્ષ્મણજી પણ સંસાર અસાર જાણો વૈરાગ્ય પામ્યા. દીક્ષા લીધી ને ખૂબ જ્ઞાન મેળવ્યું. તપસ્વી પણ ખૂબ હતા. અને બે પાંચ પચીસ નહિ પણ ઘણી શિષ્યાઓના ગુરુણ હતા. છદ્મસ્થપણાની લહેરમાં એક વખત ચકલા ચકલીની ક્રીડા જોઈને મનમાં વિચાર આવ્યું કે પશુ-પક્ષીઓને આવી ક્રીડા કરવાની છૂટ ને સાધુઓને કેમ ન આપી? હે અવેદી અવિકારી ભગવંત! તું વેદીના દુઃખને શું જાણે છે:
લક્ષ્મણ સાધ્વીના મનમાં આ વિચાર આવી ગયો અને તરત પાછા એને પશ્ચાતાપ પણ થયે. ગુરુની પાસે પ્રાયશ્ચિત લેવા ગયા. પણ અંદર રહેલ માનકષાય મૂંઝવવા લાગ્યું કે હું આટલી જ્ઞાની- તપસ્વી અને આટલી શિષ્યાઓની ગુણી. ગુરુની સામે એમ કહું કે મને આ વિચાર આવ્યું તે ગુરુદેવ મારા માટે કે વિચાર કરશે કે શું આટલી વિદ્વાન સાધ્વીના મનમાં આ ખરાબ વિચાર આવ્યો? તો મારું માન ઘવાઈ જાય. એટલે પિતાને આ વિચાર આવ્યું છે એમ ન પૂછ્યું પણ ગુરૂને વંદન કરીને પૂછે છે ગુરૂદેવા કેઈને આ વિચાર આવી જાય તે શું પ્રાયશ્ચિત આવે? એણે કાયિક દેષ હેતે લગાડે. કેવળ મનમાં વિચાર આવ્યું હતું, આટલું પાપ છૂપાવ્યું. ગુરૂ પાસે આલોચના કરી હતી તે છેડા પ્રાયશ્ચિતમાં કામ પતી જાત પણ પોતે જાતે પ્રાયશ્ચિત કર્યું. પચાસ વર્ષ સુધી અઘેર તપ કર્યા છતાં પાપથી છૂટયા નહિ અને એંસી ચોવીસી સુધી સંસારમાં ભટક્યા.
દેવાનુપ્રિયા અનાદિકાળથી આ જ વિષયને ખ્યિા છે. અનાદિકાળના