________________
શારદા સરિતા
સુખની જે વિશેષતા હોય તે દેવેની પાસે જે રૂપ ઐશ્વર્ય ને સંપત્તિ છે તેવી દુનિયામાં કઈ માનવી પાસે નથી. આમ હોવા છતાં એવા દે મનુષ્યભવને ઝંખે છે. અખુટ ઐશ્વર્યને સ્વામી ઇન્દ્ર તીર્થ કરના ચરણમાં આવીને નમે છે. સાધુપણું લેવાની ઈચ્છા કરે છે. જે એમાં સાચું સુખ હોત તે આ ત્યાગના સુખની ઝંખના શા માટે કરત? એની પાસે ગમે તેવી શકિત હોવા છતાં સંસારને પરિત કરવાની ચાવી એની પાસે નથી કારણ કે તે ગમે તેટલો પુરુષાર્થ કરે તે પણ દેશવિરતી કે સર્વવિરતી બની શકતા નથી. આપણુ જીવે અવિરતીમાં કેટલે કાળ કાઢયે છે? જયાં સુધી અવિરતી નહિ જાય ત્યાં સુધી વિરતીભાવ આવશે નહિ. વિરતી આવે નહિ ત્યાં સુધી આશ્રવ અટકશે નહિ. મહાન પુરુષે સંસારના રંગરાગ છેડી વૈરાગી બન્યા. વિરતીમાં આવ્યા. ચારિત્ર વિના જીવની મુકિત થવાની નથી. માટે જીવનમાં ચારિત્ર આવવું જોઈએ. એવી ભાવના થવી જોઈએ. સાધનાની સીડીએ ચઢયા વિના મોક્ષની મેડી નહિ મળે.
ચારિત્ર પામવા માટે હૃદયની ભૂમિ વિશુદ્ધ જોઈશે. ચિત્તની એકાગ્રતા જોઈશે. જીવ અહીં આવીને બેઠા હોય ને ચિત્ત તે કયાંય પેઢી ઉપર ભમતું હોય. નવકારમંત્રને ગણનારે નરકમાં ન જાય. જેને કંઈ નહોતું આવડતું એવા છે નવકારમંત્રના પ્રભાવથી કામ કાઢી ગયા. એણે કેવા નવકારમંત્ર ગણ્યા હશે ! તમે નવકારમંત્ર કેટલી વખત બોલતા હશે. નમો અરિહંતાણું બોલતા એવા ભાવ આવે છે કે હે પ્રભુ! તું આર્યભૂમિમાં જ હું પણ આર્યભૂમિમાં જન્મે. તે ઘાતી કર્મોનો ક્ષય કર્યો ને હું તે હજુ ભવમાં ભમ્યા કરું છું. નમો અરિહંતાણું બોલતા અરિહંત ભગવંત અને સામાન્ય કેવળજ્ઞાની બધાને તમારા વંદન થાય. અરિહંત અને સામાન્ય કેવલી ભગવંતના આત્મસુખમાં કે એમના જ્ઞાનમાં કોઈ જાતને ફરક નથી. પણ અરિહંત ભગવંતને તીર્થકર નામકર્મને ઉદય હોય છે. એમણે અરિહંત બનવા પહેલા મેડામાં મેડા ત્રીજા ભવે તે એવું આંદેલન ઉપાડયું હોય કે “સવિજીવ કરું શાસનરસી” બધા જીવોને હું શાસન રસિક બનાવું. બધા જ શાંતિ અને સુખ કેમ પામે એ માટે જમ્બર પુરૂષાર્થ કર્યો. તેના કારણે તીર્થકર નામકર્મ બાંધે છે. એ જમ્બર પુણ્યને ભગવટે તીર્થકર પદવીમાં એ ભગવે છે અને અનેક જીવને તારે છે.
નવકારમંત્ર બોલતાં પ્રભુ સામે પિકાર થવું જોઈએ કે હે પ્રભુ! તારા પદને હું કયારે પામું? નમો અરિહંતાણું બોલ્યા એટલે જલ્દી નો સિધાણે, નમ-આયરિયાણું, નમો ઉવજઝાયાણું, નમો લોએ સવ્વસાહૂણું જલ્દી બેલી લઉં એવો ભાવ ન હો જોઈએ. સિધ્ધ બનવું છે તે પહેલા અરિહંત પદ વિના સિધ નહિ બનાય. અને આચાર્ય ઉપાધ્યાય કે સાધુ બન્યા વિના અરિહંત નહિ બનાય નવકારમંત્રનો જાપ એટલે પંચપરમેષ્ટિભગવંતને પરોક્ષ રીતે મળવાનું રિસિવર હાથમાં લીધું. જેમ તમારે દીકર