________________
[ ૭૩ ] યશોવિજયજી સારસ્વત સત્ર' નામના અભૂતપૂર્વ. અજોડ અને અકલ્પનીય અતિભવ્ય જ્ઞાનોત્સવનું ડભોઇ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમનાં પુસ્તકો પ્રકાશિત કરવા માટે યશોભારતી જૈન પ્રકાશન’ નામની સંસ્થા સ્થાપવામાં આવી હતી. પૂજ્યશ્રીના અથાગ પ્રયત્નથી સંશોધિત અને સંપાદન કરેલા ઉપાધ્યાયજીના અપ્રાપ્ય એવા ૨૫ થી વધુ ગ્રન્થો સુલભ બન્યા છે.
જૈન સંસ્કૃતિના રક્ષણ સંવર્ધન માટે વાલકેશ્વમાં “જેન સંસ્કૃતિ કલાકેન્દ્ર ની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થાને નવકારમંત્ર, પ્રાચીન સજઝાય, પદો આદિની રેકડ઼ઝ તૈયાર કરાવી ઘેર ઘેર જૈનધર્મની મધુર ભક્તિ સૂરાવલિ પહોંચાડી છે. “જૈન ચિત્રકલા નિદર્શન’ નામની સંસ્થાએ અઢી લાખના ખર્ચે ચાર રંગનું ૩૫ ચિત્રોનું ભગવાન મહાવીરનું ચિત્રસંપુટ પ્રગટ કર્યું છે. છેલ્લા દસકાથી ભગવાન મહાવીરની શાસ્ત્રીય કથાઓને ચિત્રોમાં અંકિત કરવાનો ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે, અને આ માટે સિદ્ધહસ્ત ચિત્રકાર શ્રી ગોકુલદાસ કાપડિયાને અને રમણીકલાલ શાહને માર્ગદર્શન આપી રહ્યા હતા. આ અદ્દભુત સચિત્ર ગ્રન્થનું ભવ્ય પ્રકાશન તા. ૧૬-૪-૧૯૭૪ના રોજ થયું હતું. સુરતની મહાવીર હોસ્પીટલમાં પણ પૂજ્યશ્રીની પ્રેરણાથી ચિત્રો મૂકવામાં આવ્યાં. ૨૫૦૦ વર્ષના ઇતિહાસમાં ભગવાન મહાવીરનાં જીવનને મૂર્તરૂપ આપતાં ચિત્રો સૌ પ્રથમવાર જનતાને માણવા મળ્યા તેથી લોકોમાં અત્યન્ત આનંદ વ્યાપી ગયો. ભારતના મુખ્ય શહેરોમાં અને યુરોપ તથા અમેરિકાના જૈન મંદિરોમાં પણ આ ચિત્રોની અનુકૃતિઓ થઈ છે.
પૂજ્યશ્રીએ ભગવાન મહાવીરની ૨૫૦૦મી નિર્વાણ તિથિ ઉજવવામાં ભારત સરકારની રાષ્ટ્રીય સમિતિમાં સક્રિય ભાગ લીધો હતો અને જૈન ધ્વજ અને જૈન પ્રતીકનું આયોજન કર્યું હતું.
તેઓશ્રીએ જીવનમાં પદવીનો હંમેશા ઈન્કાર કર્યો છે. ભારત સરકારની ઇચ્છાનો તો ઇન્કાર કર્યો હતો, પરંતુ સકલ જૈન સમાજે સાહિત્યકલારત્ન'ની પદવી આપવાની જાહેરાત કરી તેનો પણ નમ્રતાથી ઇન્કાર કર્યો. પૂજ્યશ્રીને કલાઓનું અભુત જ્ઞાન હોવા છતાં, નિઃસ્પૃહી અને નિરહંકારી વ્યક્તિત્વ એ જ એમના જીવનની મહાન સિદ્ધિ ગણાવી શકાય.
ધાર્મિક કાર્યોમાં પણ તેઓશ્રીની નિશ્રામાં અભૂતપૂર્વ સમારોહ થતા રહ્યા છે. સં. ૨૦૩૩ના મુંબઈથી શત્રુંજયનો છ'રી પાલિત સંઘ ૭૦૦ યાત્રિકો સાથે ૭૩ દિવસે પાલીતાણા પહોંચ્યો હતો. સં. ૨૦૩૪માં પાલીતાણાથી ગિરનારજીનો છ'રી પાલિત પદયાત્રા સંઘ નીકળ્યો હતો, જેમાં ૧૦૦૦ યાત્રિકો જોડાયા હતા, જે અન્ને ૨૫૦૦ની સંખ્યામાં યાત્રિકો થયા હતા અને જૂનાગઢ પહોંચતા ૨૪ દિવસ થયા હતા.
સં. ૨૦૩૩ અને ૨૦૩૪ના ચાતુમસ પાલીતાણામાં કર્યા હતા. સં. ૨૦૩૩ના ભાદરવા વદિ ૧૦ને દિવસે પાલીતાણાના યુવાન ભાવિક ધમત્મિા શ્રી નંદલાલ દેવલુક સંપાદિત ૧૮૦૦ પાનાંનો દળદાર ગ્રંથ 'વિશ્વની અસ્મિતા’ તે સમયના મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ જશભાઇ પટેલના વરદ હસ્તે ઉદ્દઘાટિત કરવામાં પૂજ્યશ્રીનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.
યુગદિવાકર' આ. શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી પાલીતાણામાં શ્રમણીવિહાર અને શત્રુંજય હોસ્પીટલના કાર્યો થયાં છે, તેમાં પૂજ્યશ્રીનો સંપૂર્ણ સહયોગ સાંપડી રહ્યો છે.
બ્રહ્મતેજથી પ્રકાશિત વદન, જ્ઞાન અને કલાથી અંકિત સૌમ્ય દ્રષ્ટિ, ગંભીર અને મધુરવાણી, વિનયયુક્ત. વ્યવહાર, સંયમ સૌરભથી મહેંકતું ચારિત્ર, અવિરામ અને અવિરત શાસન પ્રભાવનાથી શોભતા જીવનને લીધે પૂજ્યશ્રી ભારતના જ નહિ, પરંતુ વિશ્વ આખાના સર્વોત્કૃષ્ટ સાધુવર તરીકે ખ્યાત છે. સમગ્ર જૈન ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યતિ એવો પ્રસંગ તેઓશ્રીના જીવનમાં જ બન્યો છે. આવો અનન્ય પ્રભાવ પાથરનાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org