________________
[ ૭૧ ) મહારાણી શાન્તાબાઈ પરિવાર સાથે કોઠીપોળમાં નંદીશ્વરદ્વીપની રચનાના દર્શનાર્થે આવ્યા હતા અને મુનિશ્રીના. દર્શન કરી આશીર્વાદ લીધા હતા. વડોદરાનું રાજકુટુંબ જૈનમંદિરમાં પધાયનિો આ પહેલો પ્રસંગ હતો.
છે આશીર્વાદ માટે પધારેલ મહાનુભાવો છે રાજાશાહી પછી લોકશાહી આવી, અશુભ કર્મના ઉદયે સ્વાચ્ય નાની ઉંમ્મરથી જ અસ્વસ્થ રહેતું હોવાથી મુનિશ્રીનું વિહાર ક્ષેત્ર ગુજરાત-મહારાષ્ટ્ર પૂરતું સીમિત રહ્યું. તે દરમિયાન અનેક રાજકીય નેતાઓ પૂજયશ્રીના દર્શને આવી ગયા છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી વી. વી. ગીરી, ભૂતપૂર્વ વડાપ્રધાનો શ્રી મોરારજીભાઈ દેસાઇ, શ્રી ગુલઝારીલાલ નંદા, શ્રી વી. પી. સિંઘ, શ્રી ચંદ્રશેખર, ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ શ્રી આર. કે. ત્રિવેદી, ગુજરાતના ભૂતપૂર્વ મંત્રીઓ સર્વશ્રી બાબુભાઈ જશભાઈ પટેલ, શ્રી હિતેન્દ્ર દેસાઈ, શ્રી છબીલદાસ મહેતા. શ્રી ચીમનભાઈ પટેલ, શ્રી માધવસિંહ સોલંકી, તેમજ શ્રી નરહરી અમીન. શ્રી દલસખભાઈ ગોધાણી. શ્રી શશીકાંત લાખાણી, શ્રી પોપટલાલ વ્યાસ, શ્રી શક્તિસિંહ ગોહિલ, શ્રી રતુભાઇ અદાણી, શ્રી રસીકભાઈ પરીખ, શ્રી નવલભાઈ શાહ, શ્રી જસવંત મહેતા, શ્રી કાંતિલાલ ધીયા, શ્રી વિજયકુમાર ત્રિવેદી, શ્રી મકરંદ દેસાઈ, શ્રી દલસુખભાઈ પટેલ તેમજ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજયપાલ શ્રી પ્રકાશજી, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શ્રી યશવંતરાવ ચૌહાણ, શ્રી શંકરરાવ ચૌહાણ, શ્રી વાનખેડે, શ્રી કન્નવરમ્. શ્રી મધુકર દેસાઇ, એસ કે પાટીલ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીશ્રી સુંદરલાલ પટવા, તેમજ સરોજીની મહિષી, સુશીલાબેન નાયર, વિજયસિંહજી નાહર તેમજ હાલના મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને શિવસેનાના આગેવાન શ્રી મનોહર જોષી પણ તેમના રાજકીય ક્ષેત્રે મંડાણ થયા ત્યારે આજથી ૨૦ વર્ષ પહેલાં પૂજ્યશ્રીના દર્શનાર્થે પધારેલ હતા. આ ઉપરાંત અનેક અન્ય રાજકીય પુરુષો પૂજ્યશ્રીના દર્શન તથા આશીર્વાદ માટે પધારેલ અને ધર્મ તથા રાષ્ટ્રની ચર્ચાઓ કરી હતી.
વળી મૂર્તિપૂજક સંપ્રદાયના કેટલાક આચાર્યો તથા મુનિવર્યો પણ પૂજયશ્રી પ્રત્યે સારો આદરભાવ ધરાવે છે. ભૂતકાળમાં પૂ. શાસનસમ્રાટ શ્રી વિજય નેમિસુરીશ્વરજી મહારાજ તથા આગમો સાગરાનંદસૂરીશ્વરજી મહારાજનું સાંનિધ્ય તો પૂજયશ્રીએ ઘણો સમય ભોગવ્યું હતું. આગમમંદિરના આયોજનમાં પૂજયશ્રી નિકટના માર્ગદર્શક રહ્યા હતા. પૂ. શાસનસમ્રાટના શિષ્ય સમુદાયમાં પણ પૂજ્યશ્રીનું આદરભર્યું સ્થાન હતું. મુનિ યશોવિજયજીમાં સંઘભાવના. ઉદાત્તતા, આત્મીયતા, મધુરતા અને વિશાળતા અપૂર્વ છે, તેથી સર્વ આચાર્યો અને સાધુ મહારાજો પૂજ્યશ્રીને પ્રેમથી અને નિખાલસતાથી મળે છે. પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, સ્વ. પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. શ્રી વલ્લભસૂરીશ્વરજી મ. સા., આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ, પૂ. આ. શ્રી ભદ્રકરસૂરીશ્વરજી મ., આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી ડહેલાવાલા, પૂ. આ. શ્રી મેરૂપ્રભસૂરીશ્વરજી, પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી, મુનિપ્રવર શ્રી જંબુવિજયજી મહારાજ ઉપરાંત સ્થાનકવાસી સંપ્રદાયના વિદ્વાન આચાર્ય શ્રી આનંદઋષિજી, શ્રી પુષ્કરમુનિજી, શ્રી દેવેન્દ્રમુનિજી, તેરાપંથી સંપ્રદાયના પ્રધાન આચાર્યશ્રી તુલસીજી, શ્રી નથમલજી, શ્રી રાકેશમુનિજી તેમજ અચલગચ્છ, પાયચંદગચ્છ, ત્રિસ્તુતિકગચ્છના આચાર્યો–પદસ્થો આદિ પૂજ્યશ્રીના સંપર્કમાં આવી તેઓશ્રી પ્રત્યે આદરભાવ રાખે છે. ખ્યાતનામ આચાર્ય શ્રી સુશીલમુનિજી વરસોથી પૂજ્યશ્રી પ્રત્યે હાર્દિક અનુરાગ ધરાવે છે. પ્રખર વકતા શ્રી ચિત્રભાનુજી પણ પૂજ્યશ્રીને મળતા રહ્યા છે. પૂજ્યશ્રીએ જૈનેતર સમાજમાં પણ ખૂબ જ ચાહના પ્રાપ્ત કરેલ છે, અનેક ધાર્મિક સામાજીક અગ્રણીઓ પૈકી હિન્દુ ધર્મના પ્રથમ પંક્તિના વિદ્વાન સંન્યાસી શ્રી અખંડાનંદ સરસ્વતીજી તથા સુપ્રસિદ્ધ શ્રી દીક્ષિતજી મહારાજ, શ્રી મોરારી બાપુ, તેમજ દેશભરના અનેક રાજ્યોની યુનિવર્સિટીના ચાન્સલેસરો, દાદા ભગવાન, આચાર્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org