________________
[ ૬૯ )
પ. પૂ. સાહિત્યસમ્રાટ, સાહિત્યકલારત્ન, રાષ્ટ્રસંત ધર્મ-સંસ્કૃતિ અને કલાના સંવર્ધક, જીવનકલાધર, સમર્થ સમાજસેવી, આ સંગ્રહણી ગ્રન્થના ભાષાંતરકાર, સાધુવર
આચાર્ય શ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી મ. સા. ની સંક્ષિપ્ત યશોગાથા
ગુજરાતની રત્નભૂમિએ પ્રત્યેક ક્ષેત્રમાં એવી મહાન વિભૂતિઓ જન્માવી છે કે જેમણે પોતાનાં કાર્યક્ષેત્રે વિશ્વના તખ્તા સુધી વિસ્તાયાં હોય, જેમનાં કીર્તિકળશો યાવચંદ્ર દિવાકરી ઝળહળી રહ્યાં હોય, જેમની સિદ્ધિઓ સ્થળકાળથી પણ અમર બની ગઈ હોય એવા ધર્મશૂર અને કર્મચૂર મહામનાઓથી ગુર્જરીમાતાનું કીર્તિમંદિર શોભી રહ્યું છે, એવા ગૌરવવંતા કીર્તિમંદિરનો એક સુવર્ણ કળશ છે પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજય યશોદવસૂરીશ્વરજી મહારાજ. આ મહાન વિભૂતિ માત્ર જૈન શાસનના ઇતિહાસમાં જ નહીં પરંતુ ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસમાં નોંધપાત્ર સીમા ચિહુન છે. એ મહાન ત્યાગી, જ્ઞાની, સંત, તપસ્વી અને પ્રભાવક સાધુ છે તેમજ સાહિત્ય અને કલાના પ્રખર અને પરમ ઉપાસક પણ છે. પૂજયશ્રીનું બહુવિધ ક્ષેત્રોમાં અમૂલ્ય અને અવિસ્મરણીય પ્રદાન છે અને એ તેઓશ્રીની ભવ્ય યશગાથા સમાન છે.
તેમનો જન્મ ઐતિહાસિક નગરી દભવિતી (ડભોઈ)માં વિ. સં. ૧૯૭૨ના પોષ સુદિ બીજના તા. ૭-૧-૧૯૧૬ના દિવસે થયો હતો. પિતાનું નામ નાથાલાલ વીરચંદ અને માતાનું નામ રાધિકાબાઈ હતું. તેમનું સંસારી નામ જીવણલાલ હતું. તેઓ જ્ઞાતિએ વીશા શ્રીમાળી હતા. જીવણલાલે જન્મ પહેલાં જ પિતાની શીળી છાયા ગુમાવી અને પાંચ વર્ષની ઉમ્મરે માતાનો વાત્સલ્ય ભય ખોળો ગુમાવ્યો. તેમનો ઉછેર મોટાભાઈ નગીનભાઈએ કર્યો. પાંચ વર્ષની વયે ધાર્મિક પાઠશાળામાં અભ્યાસ શરૂ કર્યો. નવ-દશ વર્ષની વયે ધર્મશિક્ષણ. ઉપરાંત સંગીત કલામાં પણ વિશેષ અભિરૂચિ જન્મવાથી સંગીતશાળામાં પણ જવા લાગ્યા. ભારતરત્ન ફયાજખાનના ભાણેજ શ્રી ગુલામ રસુલખાં પાસે સંગીતનો અભ્યાસ કર્યો. હારમોનિયમ, ફીડલ, સિતાર, સારંગી, બંસરી, તબલાં વગેરે વાદ્યો અને ચાલીસથી વધુ રાગ-રાગિણીઓ નોટેશન સાથે બાર વરસની નાની ઉંમરમાં શીખીને સંગીતકળામાં વિશારદ બન્યા. સંગીતની પરીક્ષાઓ પણ પસાર કરી. ઉપાધ્યાય શ્રી સકલચંદ્રજી મહારાજ કૃત સત્તરભેદી પૂજાઓ સંગીતની ઉચ્ચકક્ષાની કિલષ્ટ ૩૫ રાગ-રાગિણીઓમાં અવતારીને શીખી લીધી. સુંદર અને મધુર કંઠ તો ઇશ્વરદત્ત હતો જ, એમાં શાસ્ત્રીયતાનો ઉમેરો થતાં જીવણભાઈ ધાર્મિક ઉત્સવોમાં અતિ પ્રિય બની ગયા. તેમને નૃત્યકલા પ્રત્યે પણ ઘણું આકર્ષણ હતું. ટૂંક સમયમાં એમાં પણ કુશળતા પ્રાપ્ત કરી હતી અને જન સમુદાયમાં તેનું પ્રદર્શન કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
જીવણલાલમાં ધર્મ અને કલાના વિશેષ અભ્યાસથી ઉત્તમ સંસ્કારોનો આવિભવિ થયો હતો. એમાં જ્ઞાની અને તપસ્વી સાધુઓનો સમાગમ થવા લાગ્યો. સં. ૧૯૮૪માં પૂ. આ. શ્રી વિજય મોહનસૂરીશ્વરજી મહારાજ, પૂ. ઉપાધ્યાય શ્રી પ્રતાપવિજયજી મહારાજ, મુનિવર્ય શ્રી ધર્મવિજયજી મહારાજ વગેરે સાધુ સમુદાયનું ડભોઇમાં ચાતુમસ હતું. તેઓશ્રીના સમાગમમાં જીવણલાલને વૈરાગ્યની ભાવના જાગી. સં. ૧૯૮૫ના પોષ માસમાં પૂ. ગુરુદેવો વિહાર કરીને વડોદરા પધાર્યા. તે વખતે પાંચ મહિનામાં સત્તર વખત જીવણલાલ ડભોઈથી વડોદરા આવ્યા. મોટાભાઈની સંમતિ મળે તેમ ન હતી. અંતે ગુરુદેવો વડોદરાથી છાણી પહોંચ્યા, ત્યારે જીવણલાલ ખાનગી રીતે છાણી પહોંચ્યા, અને અષાઢ સુદી ૧૦ના દિવસે થોડા માણસોની ઉપસ્થિતિમાં દીક્ષા અંગીકાર કરી. તે સમયે તેમનું નામ મુનિશ્રી જિનેન્દ્રવિજયજી રાખવામાં આવ્યું હતું. ડભોઇ આ વાતની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org