________________
સાઠંબાનું ધાર્મિક જીવન
૩૫.
માનવીની શ્રધ્ધા એને ગમે તેવી અશક્ય વાતો પણ માનવાને મજબૂર કરે છે. શ્રધ્ધા એ એવી વસ્તુ છે કે એનું બળ અમાપ છે. અને એ સમય પણ શ્રધ્ધાનો હતો.
બહેચરદાસ તથા બીજા બાળકે મુનિરાજ પાસે આખો દિવસ બેસી રહેતા. મુનિરાજ એમને હસાવતા અને કથા વાર્તાના પ્રસંગે કહી સંભળાવતા. ગોચરીને સમયે સૌ બાળકે મહારાજને હાથ પકડી પોતપોતાને ઘેર લઈ જવાની હોંસાતુસી કરતા.
જૈન મુનિઓ પોતાની સાથે રજોહરણ રાખે છે. આ રોહરણ ઊનનું બનેલું હોય છે અને ઊઠતાં બેસતાં કોઈ જીવને ઈજા ન પહોચે તે માટે તેનાથી સાફ કરવાના કામમાં પોતે એનો ઉપયોગ કરે છે.
એક દિવસ બહેચરદાસે અમથાલાલને પૂછયું: “બાપુ! આ મહારાજ બગલમાં માટલું શા માટે રાખે છે !”
અમથાલાલે જવાબ આપ્યો: “દીકરા ! એ માટલું નથી પણ એ છે.'
બહેચરદાસે પૂછયું : “પિતાજી ! ઓઘો એટલે શું ?”
અમથાલાલને લાગ્યું કે આ નાદાન છોકરા સાથે આવી બાબતની ચર્ચા કરવી નકામી છે.
બધાં બાળકે જ્યારે મુનિરાજ પાસે બેસતાં ત્યારે મુનિરાજ એ ઓ દેખાડીને સૌ બાળકોને વારંવાર પૂછતા : “છોકરાઓ ! આ એ તમારે લેવો છે? જાઓ ઘેર પૂછી આવો. કહો કે અમે મહારાજનો એ લઈએ છીએ.”
મહારાજના એ કથન પાછળ જાણે સૌને સાધુ બનાવવાની પ્રેરણુ