________________
કરાચીમાં વિવિધ પ્રવૃત્તિ
ર૬૯
કરાચીની શિક્ષણ વિષયક પ્રવૃત્તિમાં પણ મુનિરાજે સારો રસ લીધો હતો. તા. ૧૦-૭-૩૭ના રોજ તેમણે શારદા મંદિર નામની શિક્ષણ સંસ્થાની મુલાકાત લીધી હતી. તે ઉપરાંત દાંતના દાકતર શ્રી. મનસુખલાલ પટેલની દાંતની કોલેજ, વીરબાઈજી હાઈસ્કૂલ, આંધળાઓની શાળા, માયા ગર્લ્સ હાઈસ્કુલ, ઇંજીનીયરીંગ કોલેજ, સેવાકુંજ છાત્રાલય વગેરે સ્થળોની પણ મુનિરાજે મુલાકાત લઈ એના કામકાજ બદલ સંતોષ દર્શાવ્યું હતું. મુનિરાજનાં ધન્ય પગલાંઓથી આ શાળાના સંચાલકો જાણે ધન્ય બન્યા હેય એમ લાગતું હતું.