________________
૩૦૪
ખંડ ૮મો
રીતે જેમણે જેમણે જગતનું કલ્યાણ કર્યું છે–જગતને સન્માર્ગો બતાવ્યા છે, તે તમામ વિભૂતિઓની જયન્તીઓમાં ભાગ લેવો-તેમાં સાથ આપવો વાસ્તવિકતા બતાવવી એને પિતાનો ધર્મ સમજે છે. આજ એમના વિશાળ હદયનું પ્રમાણ છે. શ્રી કૃષ્ણ ભગવાન, મહાવીર સ્વામી, મહાત્મા કબીર અને જરથોસ્ત સાહેબની જયંતીઓ તેમજ ગણેશોત્સવની ઉજવણી વખતે પણ મુનિરાજ વિદ્યાવિજયજીએ હાજરી આપી અધ્યક્ષપદ સ્વીકાર્યું હતું અને પ્રત્યેક અવસરે પ્રાસંગિક પ્રવચન કરી દરેકનાં જીવન અને કાર્યનું રહસ્ય સમજાવ્યું હતું.
આ ઉપરથી મુનિરાજના સર્વ ધર્મના અભ્યાસનો તેમ જ એમની વિશાળ ધર્મભાવનાને આપણને ખ્યાલ આવી શકે છે.
ઈ. સ. ૧૯૩૭માં કૃષ્ણ જયંતી ઉજવાઈ તે પ્રસંગે મુનિરાજ વિદ્યાવિજ્યજીએ પ્રવચન કરતાં પિતાના મનનીય વિચારો દર્શાવ્યા હતા
કૃષ્ણ ભગવાનની જયંતી, માત્ર સભાઓ ભરીને વ્યાખ્યાન કરીએ, એટલાથી સમાપ્ત થતી નથી. જેની જયંતી ઉજવાય, એના જીવનમાંથી કંઈક ગુણ લેવાય તો જ તે જયંતીની સફળતા કહેવાય. પ્રતિવર્ષ જયંતી ઉજવો છે, તમે તમારા જીવનનું અવલોકન કરો કે આટલાં વર્ષોમાં કયાં અને કેટલા ગુણ સ્વીકાર્યા છે?
કૃષ્ણ ભગવાન બાલ્યાવસ્થાથી જ ગાયોના પૂજારી હતા. ગાયોને એમણે હિંદુસ્તાનનું મુખ્ય ધન માન્યું હતું. કૃષ્ણનો આજનો પૂજારી તેજ ગાયને “ગાયમાતા' કહેવા સિવાય બીજી શી પૂજા કરે છે ? આજના હિંદુ શ્રીમંત મોટરો રાખવા મોટરગેરેજ બનાવશે અને મેટરને સાચવવા માટે એક બે નોકર પણ રાખશે, પણ ગાયને માટે તેને ત્યાં સ્થાન