________________
માળવાની ધરતી ઉપર
૩૮૩
વિદ્યાવિયજીએ પોતાની જનની અને જન્મભૂમિનાં નામ દીપાવ્યાં હતાં. વતનને માટે તો તેઓ ગૌરવરૂપ હતા. આજ એમની સાધુતાનાં તેજ સમસ્ત સંસારમાં ઝળહળી રહ્યાં હતાં. માનવીના મનનો મેલ દેવાને તેઓ તાનસુધાનો પ્રવાહ વહેવડાવી રહ્યા હતા.
માણસ જ્યાં પોતાના વતનની કુજમાં આવે છે ત્યારે પોતાના સ્વજન સમાં સૌ ગામવાસીઓને જોઈ એને અપૂર્વ આનંદ થાય છે. અને તેમાં કે આ તો સાધુપુરૂ૫. માનવમાત્રનું કલ્યાણું વાંછનારા વતનને કલ્યાણ વાંછે એમાં શી નવાઈ ? માનવજીવનની શુદ્ધિ કરવી એ એમનું કર્તવ્ય પછી કેમ વનનવાસીઓ એમનો સત્કાર ન કરે?
થોડાક દિવસ પોતાના વતનમાં રહી તેઓ એક નાનકડા સંઘ સાથે તારંગા થઈ કેસરિયાજી–ઉદયપુર ગયા.
- અમદાવાદના સંધને આગ્રહ ચાલુ હતે. ઈડર, વડાલી, તારંગા અને છેવટે ઉદયપુર સુધી કેટલાક ગૃહસ્થ વિનંતિ કરવા આવ્યા હતા. પણ મુનિરાજ વિદ્યાવિજયજીના ચિત્તને હવે શિવપુરીનો સાદ સંભળાઈ રહ્યો હતો. એટલે તેમણે આગેકૂચ કરવા માંડી.
આવી જ રીતે ઉદયપુરના સંઘે પણ એમને ઘણી વિનંતિ કરી. શેઠ રેશનલાલ ચતુરનું કુટુંબ સ્વ. વિજયધર્મસૂરિજીના અનન્ય ભક્તો માનું એક છે. તેમણે પણ ઘણો આગ્રહ કર્યો. ઉદયપુરના મહારાણા સાહેબે એમને પોતાના મહેલમાં ન્હાતરી ઉપદેશ સાંભળી ઉદયપુરમાં રહેવા માટે વિનંતિ કરી પણ એમના આત્માને એક જ અવાજ સંભળ તો હતો :
શિવપુરી ! શિવપુરી ! શિવપુરી ! ”