________________
પરિશિષ્ટ પ મું
મુનિશ્રી વિદ્યાવિજયજીનું સ્વાગત વ્યાખ્યાન
પાચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી તથા અન્ય
- મુનિવર ! આપે અમારા આમંત્રણને માન આપી દેહગામને પવિત્ર કર્યું છે, તે માટે આપ બધાનો અહેસાન માનું છું. સાધારણ સ્થિતિના ગરીબ ગામડાને આ પ્રસંગ સાંપડે તે ખરેખર તેને ભાગ્યની સીમા કહી શકાય. આ પ્રસંગે શા માટે ઉપસ્થિત થયો છે, તે આપ બધાના જાણવામાં છે. ચતુર્વિધ સંઘ છિન્નભિન્ન થઈ રહ્યો છે. તેનું ગૌરવ ભૂતકાળમાં દેખાતું હતું તે આજે કયાં છે ? તેની આ દશા જોઈ રહેવી તે શું આપણને લાજિમ છે? આમ છતાં કેટલાકને એ બાબતમાં મતભેદ છે. થડા વખત પહેલાં અમદાવાદના નગરશેઠને મેળાપ થયો અને આ સંબંધી વાત નીકળી ત્યારે તેમણે કહ્યું કે “આજની સ્થિતિ ૪૦-૫૦ વર્ષ કરતાં ઘણી જ સારી છે. પહેલાં ૪૦-૫૦ સાધુ હતા તે આજ ૬૦૦ સાધુઓ ને ૧૨૦૦ થી ૧૫૦૦ સાધ્વીઓ છે, પણ