________________
પરિશિષ્ટ ૧૩ મું
૫૨૫
છેલ્લે મારે એક જ વાત કહેવાની છે અને તે એ કે અપવાદ બાદ કરતાં, કેટલીક માતાઓ પોતાના દીકરાદીકરીઓને પ્રથમથી સુસંસ્કાર નહિ પાડતાં, પિતે કંટાળે તેટલી હદે બાળકે બગડે એ પછી સંસ્થાઓમાં ધકેલી દે છે અને પછી સંસ્થાઓ પાસેથી બાળકની સુધારણાની આશા રાખે છે. પણ સંસ્થાઓ બિચારી કેટલાકને સુધારે ? માટે ફરી કહું છું કે શરીર, સંસ્કાર ને ચારિત્રનો ખરો પાયો ઘર જ છે અને બહેનો અને માતાઓ ! તમે જ છે; બીજું કોઈ નહિ. એથી વિશેષ તે બીજું શું કહી શકું ?