________________
પ૨૮
ખંડ ૧૨ મે
પ્રમાણે આપના ઉપદેશ હોવાથી અદનામાં અદના મુમુક્ષુથી માંડી અમારા ધર્મનિષ્ટ નામદાર મહારાજાશ્રી અને અ. સૌ. નામદાર મહારાણીજીએ, દીધાર્યું નામદાર યુવરાજશ્રી અને અ.સૌ. નામદાર યુવરાણીજીએ અવિરત આપનાં અમી ઝીલ્યાં છે. આપની આ જોકપ્રિયતા લોકસંગ્રહ માટે હેતાં આપ કેવળ જૈનાની પૂજ્ય નથી પણ જનોના પૂજ્ય છે.
મહારાજશ્રી ! આપને પ્રાચીનતામાં તેમજ અર્વાચીનતામાં શ્રદ્ધા છેઃ પૂર્વની અધ્યાત્મ-પૂજામાં અને પશ્ચિમની પ્રવૃત્તિ-પૂજામાં વિશ્વાસ છેઃ રાજા અને પ્રજા ઉભયના આસ્તિક છો લેકકલ્યાણ કાજે આપે આ સર્વ સાધવામાં આપનાં જ્ઞાન અને અનુભવનો, વાઉકલત અને આવડતનો ઉપયોગ કરી સૌને સન્માર્ગે દોરેલ છે.
તપરવી ! આપ જે વિચારે છે તે આચરે છે જે આચરે છો તે ઉદ્દબો છેઆપનું જીવન પ્રભુની પરમ પૂજા છેઃ આપનું આયુષ્ય અખંડ આરતી છે અને તેથી આપ ગુરૂ હોવા છતાં શિષ્ય રહ્યા છે. જીવન અને ધર્મ આપને મન એક અને અવિભક્ત છે.
પૂજ્યશ્રી ! આપનાં તપ ને ત્યાગ સંયમને સાધુતાના પરિપાકરૂપ તે છે આપની ઉંડી આધ્યાત્મિકતા. આપની રહેતી અખંડ વાગધારામાંથી નીતરતા આધ્યાત્મિકતાના સૂરે દીર્ધકાળ સુધી ગુંજી અમારા અંતરને અને આત્માને અનંત ઉજાળશે. એ અજવાળાની અવધ કેણ આંકશે? આંકશે કાલેદધિના તરંગ પર આપના ઉપદેશ-શ્રોતાઓ અંકાવશે આપના અંતર અજવાળતા અધ્યાત્મ આદેશે.
મહામુનિશ્રી ! વિવિધ અવતારમાં ચેતન અંશ એક પ્રભુને જ મનાય છે તેમ આર્યાવર્તન અનેક ધર્મોનો આત્મા એક આર્ય સંસ્કૃતિ