________________
પરિશિષ્ટ ૧૫ મુ
પોરબંદરના ના. મહારાણાશ્રીનું પ્રવચન પૂજ્યપાદ મહારાજશ્રી વિદ્યાવિજયજી મહારાજ તથા અન્ય સજ્જના !
મુનિશ્રી વિદ્યાવિજયજી મહારાજ સમાન મહાન અને ઉચ્ચ કોટિના પૂજ્ય પુરૂષના માનમાં પારબંદર શહેરની સમસ્ત પ્રજાએ-જ્ઞાત જાતના ભેદ રાખ્યા સિવાય-આજના મેળાવડા યેાજ્યા છે તે તે હું ઘણા જ ખુશી થાઉં છું, અને તેમાં ભાગ લેતાં આજે મને ઘણા જ આનંદ થાય છે.
મહારાજશ્રીવિદ્યાવિજયજીએ આપણે આંગણે લગભગ આઠ્ઠ મહિના બીરાજી, તેમજ મારી અંગત અપેક્ષા હતી તે પ્રમાણે ચાતુર્માસ ગાળી જાહેર જનતાને જે અલભ્ય લાભ આપેલ છે, તે માટે હું તેઓશ્રીને આભાર માનું છું. એકાદ બે પ્રસંગે મે` કહેલ હતુ. કે જ્યારે એપ્રિલ