________________
પર
ખંડ ૧૨ મે
લાભ આપ્યા છે અને પેારબંદરને આપનું પેાતાનું ગણ્યું છે. અમે સૌ પણ આપને અમારા પેાતાના જ ગણીએ છીએ, અને તેમ ગણવામાં અમે અમારૂ અહાભાગ્ય સમજીએ છીએ.
શ્રી હનુમાન જયન્તિના મહોત્સવ પ્રસંગે આપશ્રીનાં વ્યાખ્યાતાને લાભ મેળવવાને સમસ્ત જનતાને સુયાગ પ્રાપ્ત થયે। . ત્યારથી જ આપે સમસ્ત પ્રજાજનના હૃદયમાં જે સ્થાન પ્રાપ્ત કરેલ છે તેની આજતા મેળાવડા પ્રતીતિ આપે છે. મુનિશ્રી ! આવતી કાલે આપે વિહાર કર્યાં બાદ આપને થ્યિાગ અમને ધણા જ દુઃખદ લાગશે, અને આપના સક્ષેાધના ઉદગારા, આપની વાણી અને આપની મમતા અમને હરઘડી સાંભરશે.
આપના અત્રે નિવાસ દરમિયાન અમારા તરફથી કાંઇ સેવા થઇ શકી નહિ હાય, પરંતુ આ સ્થળે કાંઇક અલ્પ સેવા થઇ શકે તેવુ યાદ આવે છે. આપની અમારા સૌ પ્રત્યેની શુભ લાગણી તથા પ્રેમ, તેમ તે અંગત પરિચયનાં અને ભાવનાનાં સ્મરણ તરીકે, તથા આપે પારબદરમાં પધારીને અમને સૌને જે અણુમેાલ લાભ આપ્યા છે તેની કાયમની સ્મૃતિરૂપે, હવેથી શ્રી મહાવીર જયંતિ દિવસ (ચૈત્ર સુદ ૧૩ ) આખા રાજ્યમાં જાહેર તહેવાર તરીકે પાળવાનું ધરાવતાં મતે ઘણા આનંદ થાય છે.
છેવટમાં પરમકૃપાળુ પરમેશ્વર પાસે હાર્દિક પ્રાર્થના છે કે પારદરની જનતાને અને અમને આપના વિશેષ સમાગમમાં આવવાના અને આપના આશીર્વાદ મેળવવાના અનેક સુયેાગ પ્રાપ્ત થયા કરે, અને જગતનાં કલ્યાણ માટે આપને પરમાત્મા સંપૂણું તંદુરસ્તી સાથે દીવ આયુષ્ય બક્ષે.