________________
પરિશિષ્ટ ૧૪ મું
૫૨૭
આપેલા નિમ ત્રણને વધાવી દૂર કચ્છથી અહીં સુધીના વિહારને શ્રમ વેડી પધાર્યાં તે માટે આપના અને નામદાર હઝૂરશ્રીના અમે ઋણી છીએ, સાચા સ ંતાના સમાગમ સંસાર તરણીનાં શ્રેય સાધન છે અને એવા સમાગમ તેા સુભાગ્યે સાંપડે છે. નામદારશ્રીના આશીષથી અને આપશ્રીની કૃપાથી આપના સહ્મેાધ શ્રવણના સુયાગ પ્રાપ્ત થયા એ અમારાં ઓછાં સુભાગ્ય નથી.
સાવ ! આપે ગુરૂદેવ શ્રી વિજયધમ સૂરિ જેવી વિશ્વવિભૂતિના પ્રતાપી શિષ્ય તરીકે સુયશ મેળવ્યા છે. તેએશ્રોના પુણ્ય પગલે પગલે સાચી સાધુતાને અપનાવી છે. જૈન સન્યાસની ક્રિયાત્મક કડારતા અને ભાવનાત્મક ઉદારતાને જીવનમાં ઉતારી છે. અને તે સાથે દેશકાળને ચેાગ્ય સર્વ ધર્મ તરફ સમભાવ અને સમન્વય કેળવી નિષ્પક્ષતાથી તે અનુભવા છે. તે આચારા છેા, ઉપાસા છે. તે ઉદ્ભવે છે. એટલું જ નહિ પણ શિવપુરીમાં `સ્કૃત વિદ્યામંદિર સ્થાપીને, આગ્રામાં અનેક પ્રાચીન સીક્કાએ તેમજ સેાના-ચાંદી અને અન્ય શાહીથી લખાયેલ પ્રાચીન હસ્તલિખિત પ્રતા સંગ્રહીને વીસેક હજાર પુસ્તકાથી શાભતું જ્ઞાનમદિર રચી દેશી-વિદેશી જ્ઞાન-મુમુક્ષુઓને ન્હાતરી રહ્યા છેા. જૈન ધર્મોના વિકાસ માટે પ્રાચીન–અર્વાચીન ગ્રંથાના પ્રકાશન માટે બબ્બે ગ્રંથમાળાનું સંચાલન કરવા સાથે પાંત્રીસેક પુસ્તામાં વેરાયેલ આપનુ જ્ઞાન -ધન પ્રાપ્ત કરવા સૌને સદ્ભાવ સાંપડયા છે. આટઆટલી પ્રવૃત્તિ સાથે ચાલીસેક હજાર માઇલને વિહાર કરી ત્યાં ત્યાંની સઘળી પ્રવૃ ત્તિમાં આપેલ ચેતન અમારા આદરભાવને અધિક બનાવે છે. આપ આમ જૈન-જતિ નથી : જગ-તિ છે.
મુનિવર ! આપના સોધેાની લેાકભાગ્ય સરળતાને લીધે આપનાં પ્રવચન સુગમ અને સરળ રહ્યાં છે. તેમજ ગુણ અને ક