________________
૫૨૪
ખંડ ૧૨ મો.
ભમતીમાં ફરતી હતી. બાઈ જુવાન અને સ્વરૂપવાન. એક ગુંડાની દાનત બગડી. કાશીના ગુંડા જાણીતા છે અને આવા જ ધંધા કરતા ફરે છે. પણ આ બહેન ભારે પડી ગઈ.
ગુંડાએ બાઈની એકલતાનો લાભ લઈ એના શરીર ઉપર હાથ નાખ્યો. અંગને પરપુરૂષનો સ્પર્શ થતાં જ બાઈ વિફરી. એના અંગેઅંગમાં ક્રોધનો દાવાનળ ભભૂકી ઊઠયો. એણે ગુંડાને હાથ પકડી ઉભો રાખ્યો,
ને બોલી:
જીવનમાં સ્ત્રીના શરીરને ઉપર બે જ પુરૂષના હાથે સ્પર્શી શકે છે. એક નાનું હોય ત્યારે પોતાના બાળકને અને બીજો પિતાના ધણીને. ત્રીજો હાથ નાખનાર તું વળી કોણ પાકયો છે?” અને એણે ચંડિકા સ્વરૂપ ધરી છાલ ઉતારેલું નારીયેળ અફાળે તેમ એ ગુંડાનું માથું ભભતીની દિવાલ સાથે અફાળીને વધેરી નાખ્યું.
બહેન ! તમે આવું મનોબળ કેળવજો અને તમારા બાળકોને તે વારસો આપજે. જમાને એવો આવતો જાય છે કે જગતમાં મનોબળ વિનાનાં ને માયકાંગલા માણસે નહિ જીવી શકે.
પ્રસન્નવદન, સત્ય પણ પ્રિય લાગે એવી મધુ ભાષા, ગૃહને પતિથી માંડીને દેશ સુધીનું કર્તવ્યપાલન, વગેરે વગેરે સ્ત્રીતત્વ માટે આવશ્યક અને શોભારૂપ બીજા અનેક ગુણો છે. બંગડીઓ વગેરે તો આડંબરના આભૂષણો છે. પણ સ્ત્રીત્વના ખરા આભૂષણો તો ઉપર કહ્યા તે જ છે. અલબત્ત, સ્ત્રીઓ પાસેથી આવા ગુણોથી આશા રાખનાર સમાજના પુરૂષવર્ગની પોતાની સ્ત્રીઓ પ્રત્યેની એથી ય ઉમદા અને પવિત્ર એવી ઘણી ઘણી ફરજે છે એ પણ ન ભૂલાવું જોઈએ.