________________
પર
ખંડ ૧૨ મેં
મારે દુઃખ સાથે કહેવું પડે છે કે મારી વહાલી વ્હેને! પુરુષોએ સમાજમાં સ્ત્રીઓનું સ્થાન ઘણું નીચું બનાવી દીધું છે. બીજા દેશો સંસારમાં સ્ત્રીઓની મહત્તા કેટલી છે તે સારી રીતે સમજે છે, પણ આપણા દેશમાં હિંદુ અને જન સમાજમાં જ તમારું સ્થાન અતિ નીચે ઉતારી દીધું છે. શાસ્ત્રોમાં તે સ્ત્રીઓનું સ્થાન અતિ ઊંચું વર્ણવ્યું છે. શાસ્ત્રોમાં તે સ્ત્રીઓને માટે રત્નકૂફી, દેવી, માતા વગેરે શબ્દો વપરાયા છે. શાસ્ત્રોમાં તો કહેવાયું છે કે જવાં સ્ત્રીઓની પૂજા થાય ત્યાં દેવો પણ રમવા આવે છે. મહાન તીર્થકરે, ગણધર અને મહાન પુરૂષ, દેશભકત ને સમાજસેવકે માતાઓની કૂખે જ અવતર્યા છે, તે માતાઓનું સ્થાન સંસારમાં કેમ નીચું હેય ?
માતાઓ ! વિચાર કરજે, જીવનના વિકાસની શરૂઆત ક્યાંથી થાય? જીવ ગર્ભમાં આવે ત્યારથી જ જીવનવિકાસનો પ્રારંભ થાય છે. વિજ્ઞાન પણ આ જ કહે છે. જીવ ગર્ભમાં હોય તે દરમિયાન માતાને જે કંઈ ખોરાક–શારીરિક કે માનસિક અપાય તેની ગર્ભ ઉપર અસર થાય છે, ને એ ખોરાથી ગર્ભમાંના જીવનનો સંસ્કાર પાયો બંધાય છે. દુનિયાની હવા લાગ્યા પછી તે જીવ ઉપર વિક્રિયા થાય છે.
બાળક ઉપર આ પછીથી તે પાંચ વર્ષની ઉમ્મરનું થાય ત્યાં સુધી માતાના સંસ્કાર પડવા ચાલુ રહે છે. પણ એ પછી, બાળક પાંચથી આઠ વર્ષનું થાય ત્યાં સુધી પિતાના સંસ્કારનું એમાં મિશ્રણ થાય છે. આ અવસ્થા દરમિયાન બાળક પર જે જે સંસ્કાર પડે છે તે ભૂસાતા નથી, માટે બહેને ! તમે એવું જીવન જીવો કે તમારાં બાળકે ઉત્તમ મનુષ્ય બને–સારા નાગરિકો બને.
ડ્રેનો અને માતા ! આ અવસ્થા દરમિયાન તમે જેવું જીવન જીવશે તેવું પ્રતિબિંબ બાળકમાં પડશે. તમે ખોટું બોલે, ખોટું આચરે,