________________
પરિશિષ્ટ ૧૩ મું
સંસ્કારમૂર્તિ મારો અનુભવ મને એ કહી રહ્યો છે કે રીઢ અને પીઢ મોટી ઉમ્મરના માણસના દિલ ઉપરથી ભાષણની ધારા અડીને ચાલી જાય છે, પણ બાળકે, યુવકે અને બહેને જ એ ઝીલવાને તૈયાર હોય છે અને એટલે જ ખેને ! તમારી સમક્ષ બે બોલ બેલવાને હું આજે પ્રેરાયો છું.
જૈન સમાજે કે કેઈપણ સમાજે પોતાના સમાજને ઉદ્ધાર જ કરવો હોય તે, સ્ત્રીઓ અને બાળકોનાં જીવનચણતર તરફ સૌથી પ્રથમ લક્ષ આપવું પડશે. મેટી ઉમ્મરના માણસ ઉપર તે જે સંસ્કાર પડવાના હોય તે પડી ચૂક્યા હોય છે; પણ બાળકોની પાટી કરી હોય છે. એમાં જેવા સંસ્કાર પાડવા ઇચ્છો તેવા પાડી શકશે, અને સંસ્કારથી બાળકને જેવા બનાવવા હોય તેવા બનાવી શકશે. ખરી રીતે કહીએ તો બાળકો જ સંસારને પામે છે.