________________
પરિશિષ્ટ ૧૩ મું
અબડાસા પંચતીથી : જખૌનું તીર્થ કચ્છમાં અબડાસા તાલુકે, એ પોતાનું ખાસ સ્થાન રાખે છે. કચ્છના બીજા તાલુકાઓ કરતાં, જેનોને માટે અબડાસા તાલુકાનું મહત્વ વધારે છે. એટલા માટે કે જૈન તીર્થનું આ એક ખાસ સ્થાન છે. તેરા, નળીઆ, જખૌ, કેકારા અને સુથરી–આ પાંચ સ્થાનો પંચતીથી તરીકે ઓળખાય છે. પાંચ ગામોનાં મંદિરો-એ મંદિરે નહિ, પણ જાણે કે દેવવિમાન ખડાં કરવામાં આવ્યાં છે. એના બનાવનારાઓએ લાખો રૂપિયા ખર્ચા છે. વીસમી સદીના શિલ્પનું રક્ષણ કર્યું છે. કચ્છના શ્રીમંત પિતાની લો ધર્મકાર્યોમાં વ્યય કરવામાં કેટલા ઉદાર હતા, એનું પ્રમાણ
આ મંદિરે પૂરું પાડે છે. આ પાંચે તીર્થોનાં મંદિરે ચાલુ શતાબ્દિમાં -શતાબ્દિના લગભગ પ્રારંભમાં બન્યા છે. આ પંચતીર્થોમાં જખૌનું પણ મહત્વનું સ્થાન છે. *
* વિશેષ માટે જુઓ ઃ “મારી ક૭યાત્રા” પાન ૧૫૧